ડો. બાબાસાહેબ આંબેડકરને આજે મહામાનવ બંધારણના ઘડવૈયા, દલીતોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. પણ વિશ્વભરના જે કોઈની માનવવાદી તરીકેની ગણના કરવામાં આવે તો તેમા ડો . બાબાસાહેબનું સ્થાન અજોડ છે.
મૂળભૂત અધિકારી એ મનુષ્ય સમાજના પ્રાથમિક અને આવશ્યક અધિકારો છે. માનવીનો મૂળભૂત અધિકાર એવો અધિકાર છે જે દરેક માનવીને જન્મથી પ્રાપ્ત થાય છે. ભલે પછી તે રાષ્ટ્રીયતા સ્થાન, લીંગ ધર્મ ભાષા કે અન્ય કોઈ પણ પદ કે, સ્થિતિ સંબધિત કેમ ન હોય પણ કોઈ પણ ભેદભાવ વિના સમાનરૂપે આપણા માનવ અધિકારના હકદાર છીએ. જયારે જયારે મનુષ્ય સમાજના પાયાના અધિકારો હકકો રૂપવાના પ્રયાસો થયા છે. ત્યારે એજ મનુષ્ય સમાજના સામાજીક ક્રાન્તીકારીઓએ અવાજ બુલંદ કરીને સામાજીક ક્રાન્તી કરી છે.
અમેરીકાના બંધારણમાં (1777) અને કાન્સ ની કાન્તી (1789) ના પાયામાં સમાનતા અને માનવ અધિકારોના ખ્યાલો હતા . જેથી સમગ્ર વિશ્વમાં માનવઅધિકારો પર બોલતા થયા. અબ્રાહમલિંકને ગુલામપ્રથા નાબુદ કરી કાળાઓને સમાનતાના માનવઅધિકારોનુ જીવતપ્રદાન કર્યું. કાળા – ગોરાના ભેદની લડાઈના સંઘર્ષમાં ડો . માર્ટીન લ્યુથરકિંગે શહિદી વહોરી, તેમજ બુકર ટી . વોશિંગટને માનવ અધિકારો માટે આંદોલનો ચલાવ્યા આ બધી ઘટનાઓ ડો . આંબેડકરના મનમાં કોલબિયા યુનિવર્સીટી (ઈગ્લેન્ડ)ના અભ્યાસ કરતા ત્યારે અનુભવી. અને ત્યારથી જ ભારતમાં અછૂતો પછાતો અને નારી સમાજ માટેના મૂળભૂત અધિકારોને બંધારામાં સ્થાપવાની નેમ લીધી. માનવીય અધિકારોના સિધ્ધાંતોમાં સમાનતા, સલામતી, સ્વતંત્રતા, બંધુતા, ગૌરવપૂર્ણ જીવન એ આત્મસન્માન છે . ડો. આંબેડકર
વિદેશ ભણવા ગયા ત્યાં તેમને કોઈ અછુત ગણતુ નહિ, કોઈ તેમની સામે તિરસ્કારથી જોતા નહિ, એક સ્વતંત્ર માનવ તરીકેનો તેમને અનુભવ થયા . પ્રો . સેલિમન જેવા વિદ્વાન અધ્યાપક તરફથી ભરપુર પ્રેમ મળ્યો ત્યારે ડો.આંબેડકરને સમજાયુ કે, સ્વતંત્રતાના વાતાવ રણમાં જ બુધ્ધિપ્રતિભાનું મુલ્ય અને સ્વમાન જળવાય છે . તેથી જ વિદેશના મુક્ત વાતાવરણે ડો.આંબેડકરનું આત્મબળ વધાર્યુ.
ડો. આંબેડકરે ભારતીય નાગરિકોને બંધારણમાં કેટલાક મહત્વપૂર્ણ હકો આપ્યા છે. આવા બધા હકોમાં સૌથી મહત્વપૂર્ણ છે. મૌલિક કે મૂળભૂત અધિકારી કારણ કે, મૂળભૂત અધિકારોનું જયારે હનન થાય છે કે, તેના 5ર તરાપ મરાય છે. ત્યારે મૂળભૂત અધિકારોની
સુરક્ષા માટે ન્યાયાલયમાં દાદ માગી શકાય છે. યુગોથી ચાલી આવતી મનઘડત માન્યતાઓ અને પરંપરાના ખ્યાલો, કાલ્પનિક કહાનીઓને તર્કસંગત પરિમાણોની એરણે તપાસી એક ઉમદાસમાજનું નિર્માણ કર્યુ.માનવ અધિકારોનું વૈશ્વિક ઘોષણાપત્રનો 1948 માં સયુકત રાષ્ટ્રસંઘની સાધારણ સભા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો . માનવ અધિકારનું વૈશ્વિક ઘોષણાપત્ર એવો પ્રથમ પ્રયાસ ગણાય છે. જે આંતર રાષ્ટ્રીય સ્તરે પૃથ્વીપર ના સમગ્ર માનવજાતિના અધિકારને સહિતાબધ્ધ કરે છે. અને તેનું રક્ષણ કરે છે. માનવ અધિકાર ના વૈશ્વિક ઘોષણાપત્રના આધારે યુનોએ મુખ્ય સિધ્ધાતોની સ્થાપના કરી જેના 5ર દુનિયાના દરેક દેશે પોતાની સ્વીકૃતી આપેલ છે. આંબેડકરી ચળવળના પાયામાં તમામને સમાન અધિકારી અને સામાજીક ન્યાય છે. એટલે જ કહી શકાય કે, ડો . આંબેડક ર માનવજગતના ઈતિહાસમાં સમાનતા, સ્વતંત્રતા અને માનવીય અધિકારોના ખરા અર્થમા હિમાયતી હતા. આજે ર6 નવેમ્બર ર0ર1 7ર વર્ષ પૂર્ણ થયા છે.