માણાવદર સમાચાર
માણાવદરના નામાંકિત વકીલ અને માણાવદર બાર એસોસિયેશનના પ્રમુખ ગોપાલભાઈ એલ. ઝાલાવાડીયાના પુત્ર મનદીપભાઈ ઝાલાવાડીયા અને તેમના ધર્મપત્ની ગોપીબેને તાજેતરમાં જ લેહ- લદાખમાં આવેલ વિશ્વના સૌથી ઊંચા એવા લેહ- લદાખના ૧૯ હજાર ૨૪ ફૂટ ઊંચા ઉમલીંગ લા પાસને માણાવદર થી પોતાની બુલેટ બાઈકમાં નીકળી 6200 કિલોમીટરની સફર કરી ઉમલીંગ લા પાસની સફર સર કરી માણાવદરનું ગૌરવ વધાર્યું છે. આ સાહસિક નવદંપત્તિએ તા.૧૩-૮-૨૦૨૩ ના દિવસે માણાવદર થી તેમની આ રોમાંચક અને સાહસિક યાત્રાનું પ્રસ્થાન કરેલ ને ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થઈને પોતાના લક્ષ્યાંક એવા આ શિખરને સર કર્યું હતું.
યાત્રા દરમિયાન તેઓને ઘણી જ મુશ્કેલી પડી હતી અને કઠિનાઇનો સામનો કરવો પડ્યો હતો.તેઓ તા.૬-૯-૨૦૨૩ ના રોજ ઉમલીંગ લા પાસ સ્થળે પહોંચ્યા હતા સફળ દરમિયાન તેમને અવનવા લોકોનો જુદો જુદો અનુભવ થયો હતો આ દંપત્તિ જણાવે છે કે ધર્મ, જાતિ, જ્ઞાતિના ભેદભાવ વગર તથા કોઈ જાતના સ્વાર્થ વગર એ અજાણ્યા લોકોએ અમારી યાત્રા દરમિયાન અમને ઘણી જ મદદ કરી હતી. અમારા અનુભવ પછી અમને લાગ્યું છે કે આ દુનિયા રહેવા માટેનું ઉત્તમ સ્થળ અવશ્ય છે કળિયુગ તો માત્ર કહેવા પૂરતો છે અહીં માનવતા પણ વસે છે.
આ સાહસિક સફરના વિજય બદલ મનદીપભાઈ તથા ગોપી બહેન તેમના પરિવારના વડીલો તથા પ્રત્યેક સભ્યોને શ્રેય આપે છે. અને ખાસ તો અરુણાબેન ગોપાલભાઈ ઝાલાવાડીયા તથા ચંદાબેન દિનેશભાઈ સવાણી નો આભાર માને છે.
હિતેશ પંડ્યા