પરણીત સ્ત્રીના આડાસંબંધો પણ ગુનો ગણાશે
પુખ્ત વયની યુવતીને પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર છે.મતલબ કે ૧૮ વર્ષથી ઉપરની વયની યુવતી પોતાના નિર્ણયો લેવા સ્વતંત્ર છે. અન્ય બીજી કોઈ વ્યકિત તેના નિર્ણયો પુખ્ત વયની યુવતી પર જબરદસ્તી થોપી શકે નહી કે તેને મજબૂર કરી શકે નહી તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે
સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીશ દીપક મિશ્રા અને જસ્ટીશો એ.એમ. ખાનવિલકર, ડી.વાય. ચંદ્રચૂડની બેંચે જણાવ્યું હતુ કે પુખ્ત યુવતીને પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર છે. અને આ અધિકારમાં કોઈ રીઝર્વેશન નથી મતલબ કે તમામ જ્ઞાતિ ધર્મની પુખ્ત યુવતીને આ અધિકાર મળે છે.
વિરૂવનંથપૂરમના કેસમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવા દરમિયાન ઉપર મુજબ કહ્યું હતુ. આ મામલો એવો છે કે ૧૯ વર્ષની પુખ્ત વય, યુવતીએ ઘરેથી ભાગીને મનપસંદ યુવક સાથે માતા પિતાની મરજી વિરૂધ્ધ લગ્ન કર્યા.
તેની સામે માતાએ અદાલતના દરવાજા ખખડાવ્યા અરજી કરી કે મને મારી પુત્રીનો કબજો અપાવો. પરંતુ અદાલત સમક્ષ જયારે સ્નાતક યુવતીએ પોતાની પસંદગી જણાવતા તેની પસંદગીનું સન્માન કરાયું હતુ. અદાલતે ફેંસલો આપ્યો કે યુવતી પુખ્ત છે અને તે પોતાના નિર્ણયો લેવા સ્વતંત્ર છે અને તેનો તેને પૂરેપૂરો અધિકાર છે.
મહિલા પણ ગુનેગાર
સુપ્રીમની આ બેંચે અન્ય એક કેસની સુનાવણીમાં જણાવ્યું હતુકે આડા સંબંધનાં કિસ્સામાં માત્ર પૂરૂષ જ નહી બલ્કે હવે મહિલા પણ એટલી જ જવાબદાર ગણાશે અને આરોપી તરીકેતેની સામે ઉંડાણપૂર્વક પૂરેપૂરી તપાસ થશે અને કસૂરવાન ઠર્યે ગુનેગાર ગણાશે.
પાંચ જજની બેંચે આઈ.પી.સી.ની કલમ ૪૯૭માં અને પેટા કલમ ૧૫ (૩)માં સુધારાનો હવાલો આપીને જણાવ્યું હતુ કે અત્યારસુધી આડા સંબંધમાં એકતરફક્ષ આરોપી (પુરૂષ) સામે જ કાર્યવાહી થતી પરંતુ હવેથક્ષ આવા કિસ્સામાં ખાસ કરીને બીજો પક્ષકાર (મહિલા) પુખ્ત હોય ત્યારે તેને પણ ગુનેગાર ગણવા સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી થશે.