૨૦૧૯માં વૈશ્વિક સ્ટીલની માંગ ૧૭૩૫ મીલીયન ટન રહેવાની આશા: વર્લ્ડ સ્ટીલ એસોસિએશન
વર્લ્ડ સ્ટીલ એસોશીએશનના જણાવ્યાનુસાર ભારત દેશમાં સ્ટીલ માંગ વર્તમાન તેમજ આગામી વર્ષમાં ૭ ટકાના દરે વૃદ્ધિ પામે તેવી ધારણા સેવાઈ રહી છે. વૈશ્વિક સ્ટીલ બોડીના અહેવાલમાં શોર્ટ રેન્જ આઉટલુક ૨૦૧૯ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, વૈશ્વિક સ્તર પર સ્ટીલની માંગ ૧૭૩૫ મીલીયન ટન થઈ શકશે જે ૨૦૧૮માં ૧.૩ ટકાનો વધારો દર્શાવે છે. કહેવામાં આવે તો ૨૦૨૦માં સ્ટીલની માંગ ૧ ટકો વધીને ૧૭૫૨ મેટ્રીક ટન થવાની પણ સંભાવના હાલ સેવાઈ રહી છે.
વિકક્ષીત અર્થતંત્રમાં ૨૦૧૮માં સ્ટીલની માંગમાં ૧.૮ ટકાનો વધારો થયો હતો જે ૨૦૧૭માં ૩.૧ ટકાનો વૃદ્ધિ દર દર્શાવે છે. વાત કરવામાં આવે તો ૨૦૧૯માં ૦.૩ ટકાનો ઘટાડો અને ૨૦૨૦માં ૦.૭ ટકાની માંગમાં ઘટાડો થવાની ધારણા છે જેની પાછળનું મુખ્ય કારણ ખરાબ વાતાવરણ પણ માનવામાં આવે છે. ચીનને બાદ કરતા વિકસીત અર્થતંત્રમાં સ્ટીલની માંગ અનુક્રમે ૨૦૧૯ અને ૨૦૨૦માં ૪.૬ ટકા વધવાની ધારણા પણ કરવામાં આવી રહી છે. ભારતમાં સતત ઈન્ફાસ્ટ્રચર પ્રોજેકટની વિશાળ શ્રેણીના કારણે ૨૦૧૯ અને ૨૦૨૦માં બન્નેમાં સ્ટીલની માંગોમાં ૭ ટકાથી પણ વધુ વૃદ્ધિને ટેકો આપે તેવી શકયતા જોવામાં આવી રહી છે.
વૈશ્વિક સંગઠન સ્ટીલ ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ હરહંમેશ કરતું રહ્યું છે જેમાં વિશ્વની ટોપ-૧૦ મોટી કંપનીઓમાં ૯માં રાષ્ટ્રીય અને પ્રાદેશીક સ્ટીલ ઉદ્યોગ સંગઠનો અને સ્ટીલ સંશોધન સંસ્થાઓનો સમાવેશ થાય છે. તેના સભ્યો વૈશ્વિક સ્ટીલના લગભગ ૮૫ ટકા ઉત્પાદનનું પ્રતિનિધિત્વ ધરાવે છે.
આગામી સમયગાળામાં ચીનનો ઈકોનોમી ગ્રોથ અને મેન્યુફેકચરીંગ ડેટા કેવા રહે છે તેના પર મુખ્ય આધાર રહેલો છે. છેલ્લા મેન્યુફેકચરીંગના ડેટા હકારાત્મક રહેવાથી આગામી સમયમાં સ્ટીલની મોટા પાટે માંગ ખુલશે તેવું માનવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે, કરન્સી માર્કેટ પર પણ સ્ટીલની માંગ અને ભાવનો આધાર રહેલો છે.