કઠુઆ, ઉનાવ અને સુરત જેવી રાજકોટમાં બનેલી ઘટનાથી નરાધમ પર ફિટકાર: કામાંધ શખ્સની આકરી સરભરા
દેશના કઠુઆ, ઉનાવ અને સુરતમાં માસુમ બાળકીને હવસનો શિકાર બનાવ્યાની ચોંકાવનારી ઘટનાથી સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે તેવી જ ઘટના શહેરના શાસ્ત્રીનગરમાં બન્યાનું પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. માત્ર નવ વર્ષની માસુમ બાળકીને ૨૪ વર્ષના ભરવાડ શખ્સે બળાત્કાર અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ ભરવાડ કામાંધની ધરપકડ કરી આકરી પૂછપરછ કરી શાન ઠેકાણે લાવી દીધી છે.
પાંચ વર્ષ પહેલાં જ પિતાની છત્રછાયા ગુમાવતા નિરાધાર માતા સાથે શાસ્ત્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતી અને ધોરણ બેમાં અભ્યાસ કરતી ફુલ જેવી નવ વર્ષની કુમળી બાળાને પાડોશમાં રહેતા કમલેશ ઉર્ફે મુરલી કાળુ ભરવાડ નામના શખ્સે પંદર દિવસ પહેલાં બળાત્કાર ગુજાર્યાની અને ગઇકાલે સાંજે મોબાઇલમાં અશ્લિલ મુવી બતાવી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. ચંદ્રાવાડીયા, પી.એસ.આઇ. બી.જે.કડછા, હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ પરમાર, રવિરાજસિંહ, અમિનભાઇ, ધર્મેન્દ્રસિંહ અને ગીરીરાજસિંહ સહિતના સ્ટાફે રૈયાધાર પરથી ધરપકડ કર્યાની વિગતો એસીપી હર્ષદ મહેતાએ પત્રકારોને માહિતી આપી હતી.
મુળ જસદણ પંથકની મહિલાએ પ્રથમ પતિને છુટાછેડા આપ્યા બાદ પુન: લગ્ન કરનાર મહિલાના પતિનું પાંચેક વર્ષ પહેલાં અવસાન થતા પોતાની નવ વર્ષની બાળકી સાથે શાસ્ત્રીનગર શેરી નંબર ૧૦-૧૨ના ખૂણે ભરવાડના મકાનમાં ભાડે રહેવા આવી હતી અને પારકા કામ કરી પોતાનું અને સગીર પુત્રીનું ગુજરાન ચલાવતી મહિલા ગઇકાલે સાંજે ઘરે આવી ત્યારે પાડોશમાં રહેતા કમલેશ ઉર્ફે મુરલી કાળુ ભરવાડના મકાનમાંથી બૂમો પાડતી અને ગભરાયેલી હાલતમાં પોતાની બાળકી બહાર આવી હતી.
બાળકીની માતાએ પૂછપરછ કરતા માસુમ બાળકીએ કમલેશ ઉર્ફે મુરલી કાકાએ પોતાના મોબાઇલમાં અશ્લિલ ફિલ્મ બતાવ્યાનું અને બળજબરીથી કપડા કાઢી શરીરે અડપલા કર્યાનું તેમજ સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યાનું જણાવ્યું હતું. આ પહેલાં પંદર દિવસ પહેલાં પણ મુરલી કાકાએ પોતાના પર બળાત્કાર ગુજાર્યાનું કહેતા વિધવા માતા સ્તબ્ધ બની ગઇ હતી અને પાડોશી કમલેશ ઉર્ફે મુરલીને ઠપકો દેવા જતા તે ભાગી ગયો હતો.
માસુમ બાળકી સાથે માતા યુનિર્વસિટી પોલીસ મથકે આવી નવ વર્ષની બાળકી પર કમલેશ ઉર્ફે મુરલી કાળુ ભરવાડે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની અને પંદર દિવસ પહેલાં બળાત્કાર ગુજાર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે પોલીસની અલગ અલગ ટીમ બનાવી કમલેશ ઉર્ફે મુરલી કાળુ ભરવાડને તાત્કાલિક ઝડપી લેવા તાકીદ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ કમલેશ ઉર્ફે મુરલી કાળુ ભરવાડની શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન યુનિર્વસિટી પોલીસ મથકના સ્ટાફે ધરપકડ કરી આકરી પૂછપરછ કરી મહિલા પોલીસ હવાલે કર્યો હતો. કમલેશ ઉર્ફે મુરલી ભરવાડના કૃત્યથી સમગ્ર વિસ્તારમાં ફિટકાર વરસાવી રહ્યા છે. અને આકરી સજા કરવા માગ ઉઠી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com