હિસાબનીશે પેઢીની રકમ બારોબાર ગાજીયાબાદ ટ્રાન્સફર કરી રૂપલલના સહિત દસ શખ્સોએ લગ્નની લાલચ દઇ પૈસા ખંખેર્યા

અબતક, રાજકોટ

રાજકોટમાં રહેતા હિસાબનીશ પોર્ન સાઇટ મારફતે સંપર્કમાં આવેલી ગાજીયાબાદની યુવતિની માયાજાળમાં ફસાઇ લગ્ન કરવાનું કહી તેના માલીકના એક કરોડ જેવા રૂપિયા તેના એકાઉન્ટન્ટમાં ટ્રાન્સફર કરી દઇ ઠગાઇ કર્યાની અમદાવાદના વેપારીએ હિસાબનીશ સહિત 10 સામે સીઆઇડી ક્રાઇમ રાજકોટમાં ફરીયાદ નોંધાવી છે.

આ અંગે અમદાવાદમાં રહેતા અને ગ્રાફિક ડીઝાઇનનું કામ કરતાં ઇરફાન શેખ (ઉ.વ.39) એ નોધાવેલી ફરીયાદ પરથી રાજકોટના જામનગર હાઇવે પર નાગેશ્ર્વર વિસ્તારમાં રહેતા તેના જ એકાઉન્ટન તુષાર સેજપાલ તથા ગાંજીયાબાદની યુવતિ સપના તેની માતા રાજકુમારી ગીતા, યોગેશ, ચરણસિંગ, સુશિલ, ફકિરસિંહ સહિત 10 સામે સી.આઇ.ડી. ક્રાઇમના પી.આઇ. શેરગીલે ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ હાલ અમદાવાદ રહેતા અને રાજકોટમાં મકાન ધરાવતા વેપારી ઇરફાન શેખ (ઉ.વ.39) એ આરોપી તુષાર સેજપાલ કે જે ધો. 1ર પાસ છે તે છેલ્લા ઘણા સમયથી હિસાબનીશ (એકાઉન્ટન્ટ) તરીકે રાજકોટમાં નોકરી કરે છે. તુષાર પોર્ન  સાઇટનો શોખીન હતો જેથી તે પોર્ન સાઇટ મારફતે ગાજીયાબાદની સપના સાથે સંપર્કમાં આવ્યો હતો. અને બન્ને વચ્ચે વાતચીત શરુ થઇ રહી જેથી વાતચીત આગળ ચાલતા તુષારે લગ્ન માટે કહેતાં યુવતિએ પૈસાની માંગણી કરી હતી આથી સપનાના પ્રેમમાં પાગલ અને મોહજાળમાં ફસાયેલા તુષારે 2019 થી 2020 દરમિયાન તેણે વેપારી ઇરફાન શેખના આશરે 85 લાખ જેટલી રકમ સપનાના બેંક  એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી અને સપનાની માતા અને સાથેના આરોપીએ આ પૈસા પડાવવામાં મદદ કરી હતી.

તુષાર પોર્ન સાઇટ દ્વારા સપનાના સંપર્કમાં આવ્યા બાદ લગ્નની લાલચે તેને 85 લાખ જેવા રોકડ  તેનામાં ટ્રાન્સફર કરાવી દીધી હતી અને ઉપરાંત પોન સાઇટનું ટોકન ખરીદવા માટે 16 લાખ જેટલી રકમ ખર્ચ કરી હતી જેથી બે કરોડ જેટલી રકમ તુષારે સપનાના  મોહમાં આવી ટ્રાન્સફર કરી હતી.જયારે બીજી તરફ વેપારી ઇરફાન કે જેનું એક ઘર રાજકોટ હોય તેના હપ્તા બાકી હોય તે અડધા જ જ ભરાતાં હોવાથી તેને શંકા ગઇ હતી અને તેને તપાસ કરતા સમગ્ર વિગતો બહાર આવી હતી જેથી ઇરફાનભાઇએ તેના એકાઉન્ટન્ટ તુષાર અને ગાંજીયાબાદની સપના સહીત 19 સામે ફરીયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.