- રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અ*કસ્માત
- 5 લોકોના કમકમાટી ભર્યા મો*ત
- અકસ્માત બાદ ટ્રકની નીચે ઘુસી ગયેલી રિક્ષાનું પડીકું વળી ગયું
- મૃ*ત્યુઆંક વધવાની આશંકા
રાજ્યમાં ગમખ્વાર અ*કસ્માતનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત અ*કસ્માતની મોટી ઘટના બની છે. આ અ*કસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે પર થયો છે.
Rajkot News: રાજકોટ જિલ્લામાં માલીયાસણ ગામ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે મો*ત થયા છે. આ અ*કસ્માત એટલો ભયંકર હતો કે આખી રીક્ષા ટ્રકની નીચે કચડાઈ ગઈ હતી. આ કચડાયેલી રિક્ષામાં 2 લોકો દબાયા હતા જેમને બહાર કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. માલીયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા અને વાહનચાલકો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસ અને 5 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી.
પાંચ લોકોના મો*ત થયા
આ ગંભીર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો અંદર ફસાયા હતા. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. પાંચ જેટલી 108 અ*કસ્માતના સ્થળ પર મોકલવામાં આવી છે. માલીયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.