રાજયમાં પૂર્વ સીએમ વિજયભાઇ રુપાણી કોમનમેન તરીકે જાણીતા છે. કોમનમેન વિજયભાઇ રુપાણીની પાયલોટીંગ કાર લીંબડી પહોચી ત્યારે બાઇક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે લીંબડી હોસ્પિટલ લઇ જઇ સારવાર કરાવી વધુ એક વખત કોમનમેનની છાપ ઉજાગર કરી છે.પૂર્વ સીએમ વિજયભાઇ રુપાણી ગાંધીનગરથી રાજકોટ આવી રહ્યા હતા ત્યારે સવારે 11 વાગ્યાના સુમારે લીંબડીથી ચાર કી.મી.દુર ચોરણીયા ગામના પાટીયા પાસે પાયલોટીંગ કારના સાયરનના કારણે ગભરાયેલા બાઇકના વૃધ્ધ ચાલક સ્લીપ થતા તેઓને સામાન્ય ઇજા થઇ હતી.
ગાંધીનગરથી રાજકોટ આવતા વિજયભાઇ રૂપાણીએ ઘવાયેલા વૃધ્ધની લીંબડી હોસ્પિટલમાં સારવાર કરાવી
પાયલોટીંગ કાર સાથે અથડાતા પાછળ આવી રહેલા પૂર્વ સીએમ વિજયભાઇ રુપાણીએ પોતાની કારને ઉભી રખાવી ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે લીંબડી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ઘવાયેલા વૃધ્ધને પ્રાથમિક સારવાર અપાયા બાદ રજા આપવામાં આવતા વિજયભાઇ રુપાણી લીંબડીથી રાજકોટ આવવા રવાના થયા હતા.