એસટી બસ સાઈડમાં કરવા જતાં એક સ્કૂટર ચાલક ટકરાયો સામાન્ય ઇજા: બસ ચાલકને પણ અપાઇ સારવાર

જામનગરમાં કે.વી. રોડ પરથી પસાર થઈ રહેલી એક એસટી બસમાં તેના ચાલકને એકાએક લો બીપી થઈ જતાં બસને સાઈડના ઊભી રાખવાનો પ્રયત્ન કરાય તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો, અને એસટી બસ સાથે એક સ્કૂટર ટકરાઈ ગયું હોવાથી  તેના ચાલક ને સામાન્ય ઈજા થઈ છે. ઉપરાંત એસટી ચાલકને પણ 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

આ બનાવની વિગતે એવી છે કે જામનગર- નલિયા રૂટની જીજે 18 ઝેડ 6444 નંબરની એસટી બસ, કે જામનગરના કાશી વિશ્વનાથ મંદિર રોડ પરથી પસાર થઈ રહી હતી, જે દરમિયાન બપોરના ત્રણેક વાગ્યાના સમયે બસના ચાલકને એકાએક લો બીપી થઈ ગયું હતું, અને તેને ચક્કર આવવા લાગ્યા હતા. દરમિયાન તેણે બસને એક તરફ ઊભી રાખવાનો પ્રયત્ન કર્યો હતો,  જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલો એક સ્કૂટર ચાલક બસ સાથે ટકરાયો હતો, અને તેને સામાન્ય ઇજા થઈ હતી, ઉપરાંત અન્ય બે સ્કૂટર પણ એસટી બસ સાથે ટકરાઈ ગયા હતા.

આ બનાવ પછી તાત્કાલિક અસરથી એસટી બસના ચાલકને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયારે એસટી ડિવિઝન નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને એસટી બસ માટે બીજા ડ્રાઇવરની વ્યવસ્થા કરી દેવાયા પછી એસટી બસને નલિયા તરફ રવાના કરી દેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.