Abtak Media Google News

ગાઝિયાબાદ : હરિદ્વારથી પાછા ફરતી વખતે સ્કૂટર પર સવારી કરી રહેલા 20 વર્ષીય કૉલેજ વિદ્યાર્થી અને તેની માતાનું રવિવારે સાંજે મહેરૌલી અંડરપાસ નજીક દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેની રોંગ સાઇડ પર ચાલતી અલ્ટો સાથે અથડાતાં મૃત્યુ થયું હતું.

દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર રોંગ સાઇડ આવી રહેલી કારના કારણે વધુ એક અકસ્માત સર્જાયો હતો. રવિવારે સાંજે 7.45 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો. રોંગ સાઇડમાં આવતી કારે સ્કૂટર પર સવાર માતા-પુત્રને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં  હોસ્પિટલમાં માતા-પુત્રના મોત થયા હતા. પોલીસે આરોપી વિજય નગરના દેવદત્ત સિંહની ધરપકડ કરી હતી.

અકસ્માત ક્યાં સ્થળે સર્જાયો

આ અકસ્માત ગાઝિયાબાદ જિલ્લાના મહેરૌલી પાસે થયો હતો. રવિવારે રાત્રે લગભગ7.45 વાગ્યાની આસપાસ દિલ્હીના મધુ વિહારમાં રહેતા યશ ગૌતમ (20) તેની માતા મંજુ (40) સાથે સ્કૂટી પર મેરઠથી દિલ્હી પરત ફરી રહ્યા હતા. મેહરૌલી બ્રિજ પર રોંગ સાઇડમાં હાઇસ્પીડ અલ્ટો કાર આવી રહી હતી. બંને વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે, બંને સ્કૂટર સવારો હવામાં ફંગોળાયા હતા અને દૂર સુધી પડ્યા હતા.

કાર ચાલકની પોલિસે કરી ધરપકડ

આ અકસ્માતમાં બંને સ્કૂટર સવારોને તાત્કાલિક નજીકની મણિપાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંને માતા-પુત્રના મોત થયા હતા. પોલીસે આ મામલે પોલિસે વધુ તપાસ કરી કાર ચાલકની ધરપકડ કરી હતી.

અકસ્માત કોની બેદરકારીના કારણે સર્જાયો હતો

આ અકસ્માતમાં માત્ર કાર ચાલકની જ નહીં પણ સ્કૂટર ચાલકની પણ ભૂલ હતી. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ટુ-વ્હીલર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પણ તેમ છતાં હાઇવે પર ટુ-વ્હીલર ઝડપભેર દોડતા જોવા મળે છે. તો કાર ચાલક માટે રોંગ સાઇડમાં આવવું એ ગુનો હતો. પોલીસ પાસેથી મેળવેલ ડેટા અનુસાર આ અકસ્માત પહેલા પણ આ હાઈવે પર આવા કેટલાક અકસ્માતો થયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.