ટ્રકમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી ટ્રક અથડાતા આગ લાગી : કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો
લીંબડી હાઇવે પર અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે.ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં હાઇવે પર બે ટ્રક સામ સામે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા એક ટ્રકમાં જ્વલનશીલ પ્રવાહી હોવાના કારણે એકા એક બંને ટ્રકમાં આગ લાગી હતી. આ આગમાં બંને ટ્રકના ચાલકો જીવતા બુઝાય હતા.બનાવની જાણ ફાયરના સ્ટાફને થતા તેઓ ઘટના સ્થળે દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા માટેના પ્રયાસો કર્યા હતા.જેમાં પાંચ કલાકની મહા મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર અમદાવાદ-રાજકોટ હાઇવે પર જનશાળી ગામના પાટિયા પાસે બે ટ્રક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ બન્ને વાહનોમાં આગ લાગવાની ગોઝારી ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં ટ્રકમાં લાગેલી આગને કારણે બંને ટ્રકના ચાલકોનું ટ્રકમાં જ સળગી જવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.બનાવની જાણ ફાયર વિભાગને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જાય પાણીનો માળો ચલાવી આંખ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પાંચ કલાકની મહા મહેનત બાદ ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.
બનાવ અંગેની જાણ પોલીસ સ્ટાફને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જાય પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઇ એક ટ્રકમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી બંને ટ્રક ભડભડ સળગી ઉઠ્યા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનામાં હજી મોતનો આંક વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે. આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યારે આ ઘટના મામલે લીંબડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે , અકસ્માત થયેલા ટ્રકોને માર્ગ પરથી દૂર કરવા માટે ફાયર બ્રિગેડ દ્વારા જેસીબી ની મદદ લેવામાં આવી હતી.