મોરબી નજીક નવલખી હાઇવે પર કોલસા ભરીને જતા અને કોલસા ભરવા માટે જતા બે ટ્રકો સામસામા ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રકના ડ્રાઇવરને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી -નવલખી હાઇવે પર આજે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જીજે૩ બીટી ૯૭૧૪ નંબરનો ટ્રક નવલખીથી કોલસા ભરીને જતો હતો તે દરમિયાન બીજો ટ્રક જે નવકખી કોલસા ભરવા જતો હતો. તે બન્ને ટ્રક સામસામા ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ટ્રકના ડ્રાઇવરને ઈજાઓ પહોંચી હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી પંથમાં માતેલા સાંઢની માફક દોડતા ટ્રકો સામે કાર્યવાહી કરવા સરપંચ એસોસિએશને અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે. ત્યારે આ ઘટનાને પગલે સરપંચ એસો.ના પ્રમુખ અને ખેવડીયા ગ્રામપંચાયતના સરપંચ પ્રફુલભાઈને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.