ધ્રોલના વાંકિયા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નિપજ્યા છે. ધ્રોલ તાલુકાના રોજીયા ગામે રહેતા રાજુભાઈ અને ગામના જ નાથુભા જાડેજા પોતાના મોટરસાઈકલ પર જઈ રહ્યાં હતા.
ત્યારે GJ-05-CR-6510 નંબરની કારના ચાલકે મોટરસાઈકલ ચાલકને હડફેટે લીધા હતા. જેમાં રાજુભાઈ અને નાથુભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ સમગ્ર મામલે ધ્રોલના PSI વી.કે.ગઢવી તપાસ ચલાવી રહ્યાં છે.