રાજકોટ-લીંબડી અને લીંબડી-અમદાવાદ હાઈવે એટલે અકસ્માતનો મોટો ઝોન ત્યારે આજે રવિવારે લીંબડી અમદાવાદ હાઇવે ઉપર કટારીયા ગામના પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમા એક પીકઅપ ગાડી જે મુળી તાલુકાના સરા પાસે દાધોલીયા ગામના ભરવાડ સમાજનો પરિવાર પોતાની પુત્રીના સંતાનને રમાડવાની વિધિ અર્થે અમદાવાદ જઈ રહેલ હોય ત્યારે કટારીયાના પાટીયાથી થોડે દૂર એક બાઈક ચાલક જેઓ અમદાવાદ તરફથી આવી રહ્યો હતો જે અચાનક રોન્ગ સાઈડ ઉપર આવી ગયેલ તો આ બાઈક ચાલક ને બચાવવા જતાં પીકઅપ ના ડ્રાઈવરે પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં પીકઅપ પલ્ટી ખાઈ ગઈ હતી.
આ પીકઅપ ગાડીમા આશરે 19 થી 20 વ્યક્તિઓ સવાર હતાં. તેમાથી આશરે 17 થી 18 લોકોને ગંભીર ઈજા થઈ હતી અને પીકઅપમા સવાર 1 અને 1 બાઈક ચાલક એમ કુલ 2 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યા હતા અને એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું અન્ય ઈજાગ્રસ્તો ને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બુલન્સ દ્વારા લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવની પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને હાઈવે ઉપર થયેલા ટ્રાફિકને દૂર કરવા કામગીરી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.