ગર્ભાવસ્થા દરમિયાન ખાસ ધ્યાન રાખવું=
દરેક મહિલના જીવનમાં ગર્ભાવસ્થા વખતનો સમય સંવેદનશીલ હોય છે. આ દરમિયાન તેણે પોતાના ખાવા પીવા ઉપરાંત દરેક બાબતો પર ધ્યાન રાખવું પડે છે. ગર્ભવતી મહિલાઓની સૂવાની પોઝિશન અંગે એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે પ્રેગ્નેન્સીના છેલ્લા ત્રણ મહિનામાં તેમણે એક સાઈડ સૂવું જોઈએ. આ સ્થિતિમાં કમર પર વજન આપીને સૂવાથી બાળક મૃત જન્મવાની સંભાવના વધારે રહે છે.
લોહી અને ઓક્સીઝનની સપ્લાઈમાં મુશ્કેલી=
રીસર્ચરોનું માનવું છે કે છેલ્લા ત્રણ મહિનામાં મહિલાઓએ એક સાઈડ સૂવું જોઈએ. કમર પર વજન આપીને સૂવાથી ગર્ભસ્થ બાળક અને ગર્ભાશય વચ્ચે જે લોહીની નશો હોય છે તેના પર દબાણ વધી જાય છે અને લોહી અને ઓક્સીઝનની સપ્લાઈ યોગ્ય રીતે બાળક સુધી પહોંચતી નથી
ગર્ભાવસ્થામાં કેવી રીતે સૂવું જોઈએ=
> ગર્ભાવસ્થામાં ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનામાં સૂતા સમયે કમરની પાછળ તકિયા રાખીને એક સાઈડ સૂવું જોઈએ.
> રાત્રે જ્યારે પણ તમારી ઊંઘ ઉડે તો જુઓ કે તમે કંઈ અવસ્થામાં સૂઈ રહ્યા છો. જો ઊંઘમાં તેમે કમરના બળ પર સૂતા હોવ તો તમારી પોઝિશન ચેન્જ કરી લેવી જોઈએ.
> દિવસે પણ સૂવો ત્યારે પણ એક સાઈડ જ સૂવું જોઈએ.