- યુવાનને રેસ્કયુ કરી જીવ બચાવાયો
સોમનાથ મહાદેવ મંદિર સમીપ આવેલા દરિયામાં આજે સવારે 7.30 કલાકે યુ.પી.ના પાંચ મિત્રો દરિયાઇ સહેલગાહ લેતા હતા તેવામાં અચાનક ધસમસતું દરિયાઇ મોજુ આવી જતાં એક યુવાન તણાયો હતો. સોમનાથ દરિયા કિનારે પર્યટકોને ઘોડે સ્વારી અને કેમલ સ્વારી કરાવતા ચાલક કોળી હસમુખ રામા પંડીત, હરીન ગણેશ ગરેજા, અકબર હનીફ સુમરા તાબડતોબ દરીયામાં ઝંપલાવી 18 વરસના એ યુવાનને બહાર કાઢી તેને ઉંઘો કરી પાણી બહાર કાઢી સલામત જીવ બચાવવાનું સેવા કાર્ય કરેલ.જેમાં સોમનાથ ટ્રસ્ટના મહિપતસિંહ જાડેજા તથા અશ્ર્વીન ઝાલાએ પણ સહયોગ ઉપયોગી થયા હતા.