અંજાર તાલુકાના ચંદીયા ગામમાં એક ૧૧ વર્ષિય સગીરાનું અપહરણ કરી દુષ્કમ કરવામાં આવતા ગુના નોંધવામાં આવ્યો હતો. ભોગબનનારે ઘરે આવીને માતાને વાત કરતા મામલો બહાર આવ્યો હતો.
આ અંગે અંજાર તાલુકાના ચંદીયા ખાતે રહેતી એક ૧૧ વર્ષિય સગીરાને આરોપી કરસન વેરશી દેવીપુજક નામનો લલચાવી અપહરણ કરી ગયો હતો. આ વાત તેની માતાને પણ થઈ હતી. જેના પગલે તેઓને પોતાની પુત્રીની શોધખોળ પણ કરી હતી.
પરંતુ તેઓને પોતાની પુત્રી મળી ન હતી. તેવામાં પુત્રી ઘરે આવી હતી. તેણે આ શખ્સે દુષ્કર્મ કયું હોવાની આપવીતી માતાને કહી હતી. પરિવારજનો ચોંકી ઉઠયા હતા. અંતે આ શખ્સ સામે ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિ માન કર્યો છે.