- 15 થી 21 ફેબ્રુઆરી સુધી ઉજવવામાં આવે છે એન્ટિ-વેલેન્ટાઈન વીક
- કિક ડેથી બ્રેકઅપ ડે સુધી, જાણો આ 7 દિવસોનો અર્થ
વેલેન્ટાઇન વિક પછી આવતીકાલે 15 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી એન્ટી વેલેન્ટાઇન વિક ઉજવવામાં આવશે. આમાં સ્લેપ ડે, કિક ડે, પરફ્યુમ ડે, ફ્લર્ટ ડે, કન્ફેશન ડે, મિસિંગ ડે અને બ્રેકઅપ ડેનો સમાવેશ થાય છે.
વેલેન્ટાઇન વીક 7 થી 13 ફેબ્રુઆરી દરમિયાન ઉજવવામાં આવ્યો હતો અને આજે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવી રહ્યો છે. આ આખા અઠવાડિયાની ઉજવણી કર્યા પછી, બીજું એક સપ્તાહ શરૂ થાય છે જેમાં આખા 7 દિવસ માટે અલગ અલગ દિવસો ઉજવવામાં આવે છે. તમને કદાચ તેના વિશે ખબર નહીં હોય. ખરેખર, એન્ટી-વેલેન્ટાઇન વીક 15 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. આમાં 15 થી 21 ફેબ્રુઆરી સુધી અલગ અલગ દિવસો ઉજવવામાં આવે છે. આ બધા દિવસો ઉજવવા પાછળ એક ખાસ હેતુ છે. તો ચાલો જાણીએ કે એન્ટી-વેલેન્ટાઇન વીક દરમિયાન કયા દિવસો ઉજવવામાં આવે છે.
એન્ટી-વેલેન્ટાઇન વિક શા માટે ઉજવવામાં આવે છે?
14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે પૂરો થયા પછી 15 ફેબ્રુઆરીથી એન્ટિ-વેલેન્ટાઇન વીક શરૂ થાય છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થઈને ૨૧ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન લોકો સ્લેપ ડે, કિક ડે, પરફ્યુમ ડે, ફ્લર્ટ ડે, કન્ફેશન ડે, મિસિંગ ડે, બ્રેકઅપ ડે વગેરે ઉજવે છે. એન્ટિ-વેલેન્ટાઇન વીકના નામ પરથી જ ખ્યાલ આવે છે કે તેમાં પ્રેમ જેવી કોઈ વસ્તુ નથી. આ આખા અઠવાડિયાને પ્રેમ જેવી લાગણીઓ સાથે કોઈ લેવાદેવા નથી. તમે કહી શકો છો કે જેમને વેલેન્ટાઇન વીકમાં પોતાનો પ્રેમ નથી મળ્યો, જેમનું હૃદય તૂટી ગયું છે, તેઓ આ એન્ટિ-વેલેન્ટાઇન વીકને પોતાની રીતે ઉજવે છે અને પોતાના દુ:ખથી મુક્તિ મેળવે છે.
15 ફેબ્રુઆરી સ્લેપ ડે
સ્લેપ ડે એ એન્ટિ-વેલેન્ટાઇન સપ્તાહની શરૂઆત હોય છે અને તે 15 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ એવા લોકો માટે છે જેમની સાથે સંબંધોમાં સારો વ્યવહાર નથી થયો હોતો. પછી ભલે તે વિશ્વાસઘાત, દુર્વ્યવહાર અથવા ખરાબ અનુભવને કારણે હોય. પરંતુ આ દિવસ તમારા પૂર્વ પ્રેમીને થપ્પડ મારવા વિશે નથી હોતો તેના બદલે, તે ભૂતકાળની નકારાત્મકતાને છોડી દેવાની એક પ્રતીકાત્મક રીત હોય છે.
16 ફેબ્રુઆરી કિક ડે
કિક ડે એ એન્ટિ-વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ છે, જે 16 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. સ્લેપ ડેની જેમ, તે કોઈને શારીરિક રીતે લાત મારવા વિશે નથી, પરંતુ ભૂતપૂર્વ પ્રેમિકા દ્વારા છોડી ગયેલી યાદો અને નકારાત્મકતાને માનસિક અને ભાવનાત્મક રીતે મુક્ત કરવા વિશે છે.
17 ફેબ્રુઆરી પરફ્યુમ ડે
પરફ્યુમ ડે એ એન્ટિ-વેલેન્ટાઇન વીકનો ત્રીજો દિવસ છે જે 17 ફેબ્રુઆરીએ ઉજવાય છે. સ્લેપ ડે અને કિક ડે, જે બધા નકારાત્મકતાને દૂર કરવા વિશે છે, તેનાથી ઊંધું પરફ્યુમ ડે પોતાની કેર અને સેલ્ફ લવ વિશેનો હોય છે.
18 ફેબ્રુઆરી ફ્લર્ટ ડે
18 ફેબ્રુઆરીના રોજ ઉજવાતો ફ્લર્ટ ડે એન્ટી-વેલેન્ટાઇન વીકનો ચોથો દિવસ છે. આ દિવસ મજા કરવાનો આત્મવિશ્વાસ અનુભવવાનો અને પ્રેમમાં નવી શક્યતાઓને સ્વીકારવાનો છે. આ સિંગલ લોકો માટે તેમના ઝિઝક દૂર કરવા અને તેમની લાગણીઓ વ્યક્ત કરવાના મોકા તરીકે જોવામાં આવે છે.
19 ફેબ્રુઆરી કન્ફેશન ડે
19 ફેબ્રુઆરીના રોજ ઉજવાતો કન્ફેશન ડે એ એન્ટિ-વેલેન્ટાઇન વીકનો પાંચમો દિવસ છે. આ કોઈ એવા વ્યક્તિની સામે રોમેન્ટિક લાગણીઓ વ્યક્ત કરવાના મોકા તરીકે માનવામાં આવે છે, જેમાં તમે જેને પસંદ કરતા હોય કે તેને ભૂતકાળમાં દુઃખ પહોંચાડ્યુ હોય તો તમારી ભૂલો સ્વીકારો અને માફી માંગાવામાં આવે છે.
20 ફેબ્રુઆરી મિસિંગ ડે
20 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવતો મિસિંગ ડે એ એન્ટિ-વેલેન્ટાઇન સપ્તાહનો છઠ્ઠો દિવસ છે. જો તમે કોઈને યાદ કરી રહ્યા હોવ પછી ભલે તે કોઈ જૂનો મિત્ર હોય, જૂનો પ્રેમ હોય કે દૂરના પરિવારનો સભ્ય હોય તો આ તેમની સાથે વાત કરવામાં આવે છે.
21 ફેબ્રુઆરી બ્રેક અપ ડે
એન્ટિ-વેલેન્ટાઇન ડેનો છેલ્લો દિવસ બ્રેકઅપ ડે છે. તે 21મી ફેબ્રુઆરીના રોજ આવે છે. આ દિવસે, જેમાં તમે ખુશી નથી અનુભવતા, તેવા તમારા ખટાસભર્યા સંબંધો તોડી શકો છો. જો તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ તમારી સાથે ચિટ કરતા હોય તો તમે તેની સાથે બ્રેકઅપ પણ કરી શકો છો. બ્રેકઅપ પછી જીવનમાં થોભશો નહીં કે દુઃખી ન થાઓ, પરંતુ હંમેશા આગળ વધતા રહો. તમારી જીવવાની ઇચ્છાને ઓછી થવા ન દો.