- દ્વારકા-પોરબંદર નેશનલ હાઈવે પર કુરંગા ચોકડી નજીક સર્જાયો અકસ્માત
- જામનગરથી દ્વારકા આવતી પ્રવાસીઓ ભરેલી બસ પલટતા, 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો બસમાં પ્રવાસ માટે નીકળ્યા હતા. ત્યારે આ દરમિયાન દ્વારકા દર્શન કરીને પોરબંદર તરફ જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકાથી અંદાજે 15 થી 30 કિલોમીટર દૂર કુરંગા ચોકડી નજીક અકસ્માતની ઘટના બની હતી. તેમજ કુરંગા ચોકડી નજીક ખાનગી લકઝરી બસ રોડની એક તરફ પલટી મારી ગઈ હતી.
15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં બસમાં જઈ રહેલા મુસાફરો પૈકી આશરે 15થી 20 જેટલા મુસાફરને નાની-મોટી ઈજાઓ થઇ હતી, જેમને ઈમર્જન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે દ્વારકાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 4થી 5 લોકોને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે. તેમજ અકસ્માતના બનાવથી લોકોમાં ભય સાથે દોડધામનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન દ્વારકા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દ્વારકા નજીક એક ખાનગી બસ પલટી જતા તેમાં સવાર આશરે 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ દ્વારકાથી પોરબંદર તરફ જતા માર્ગ પર કુરંગા ચોકડી નજીક આવેલા એક COG પંપની બાજુમાંથી પસાર થઈ રહેલી અમદાવાદ પાસિંગની એક ખાનગી લકઝરી બસ કોઈ કારણોસર રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં જઈ રહેલા મુસાફરો પૈકી આશરે 15 થી વધુ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ સાથે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે દ્વારકાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અકસ્માતના આ બનાવથી થોડો સમય ભય સાથે દોડધામનો માહોલ સર્જાયો હતો.