અમુલ દૂધ પીતા હૈ ઇન્ડિયા..
ગુજરાત સિવાય દેશના અને રાજ્યોમાં અમૂલ દૂધ સાથે તમામ અન્ય પ્રોડક્ટોમાં પણ કરાયો ભાવ વધારો
સામાન્ય બજેટ જ્યારે જાહેર થાય છે ત્યારે આમ આદમીને મોંઘવારી નો માર સહન કરવો જ પડે છે ગુજરાત સહિત દેશભરમાં ધૂમ મચાવતી અમૂલ બ્રાન્ડ નું દૂધ વાપરતા ગ્રાહકો ને કંપનીએ ભાવ વધારાનો ઝટકો આપ્યો છે કંપની દ્વારા દૂધના તમામ વર્ઝનમાં લીટર એ રૂપિયા ત્રણ નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે
કંપનીએ આજે શુક્રવારે સવાર સવારમાં જ ભાવ વધારાની જાહેરાત કરી હતી જોકે પાછળથી ગુજરાતીઓ માટે રાહત રૂપ નિર્ણયની જાહેરાત કરી આજથી દેશભરમાં લાગુ થનારા અમુલના ભાવ વધારામાં હાલ પૂરતું ગુજરાત ને બાકાત રાખવામાં આવ્યું છે
અમુલ માં આજે જાહેર થયેલા ભાવ વધારામાં હવે અમુલ ગાયના દૂધના 500 મિલી ના ભાવ 28ના 56 ફળીહ ફ2 બફેલો મિલ્ક અડધા લીટર ના 35 અને 1 હ ના ₹70 ભાવ વધારો ચૂકવવો પડશે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ અમુલ બ્રાન્ડ નેમ સાથે ડેરી પ્રોડક્ટ નું દેશભરમાં વેચાણ કરે છે દેશની લોકપ્રિય મિલ્ક બ્રાન્ડ અમુલ અને મધર ડેરી એ આ પહેલા ગયા વર્ષે એટલે કે 2022માં ઓગસ્ટ મહિનામાં દૂધની કિંમતોમાં એક લિટર એ બે રૂપિયાનો વધારો કર્યો હતો પડતર કિંમત વધતા અમુલે ગયા વર્ષે ભાવ વધારો અમલમાં કર્યો હતો ત્યાર પછી ઓક્ટોબર 15 2022 એ દૂધની કિંમતોમાં વધુ એક વધારો કર્યો હતો હવે આજે એટલે કે ત્રણ ફેબ્રુઆરી 2023 દ્વારા વધુ એકવાર દૂધની કિંમતો માં વધારો કરવામાં આવ્યો છે દૂધ નો વપરાશ ભારતીય પરિવારોમાં અધિક રીતે થાય છે આ માટે દૂધની કિંમતમાં વધારો સામાન્ય ધન અને સીધી અસર કરે છેા
જોકે કંપનીએ પાછળથી કરેલી જાહેરાતમાં દેશભરના વિવિધ રાજ્યોમાં આજથી ભાવ વધારો લાગુ પડશે જોકે આ ભાવ વધારામાં હાલ પૂરતું ગુજરાતને બાકાત રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.