‘અમુલ દુધ પીતા હૈ ઈન્ડિયા’
દુધ ઉપરાંત પણ અમુલની ચોકલેટ, બટર, લસ્સી, આઈસ્ક્રીમ સહિતની વસ્તુઓની માર્કેટમાં ઓલ ટાઈમ ડિમાન્ડ
ગત વર્ષની સરખામણીએ અમુલે ૧૩ ટકા વધુ નફો કર્યો
દુધના કારોબારમાં વિશ્ર્વસનીય તેમજ પ્રચલિત અમુલ દુધ ભારત ઉપરાંત વિદેશમાં પણ મોકલવામાં આવે છે ત્યારે અમુલ માત્ર દુધ નહીં પરંતુ દુધ એટલે અમુલ તેવી પરિભાષામાં સમાવિષ્ટ થયું છે. દુધથી શરૂ કરીને ડેરી પ્રોડકટમાં વિશ્ર્વકક્ષાની કંપનીઓ, પ્રોડકટની ગુણવતા તેમજ વિવિધ ચોકલેટને ટકકર આપતી વસ્તુઓ તૈયાર કરવામાં પણ અમુલ મોખરે છે. અમુલ પ્રોડકટની ગુણવતા સાથે સાથે જાહેરખબરમાં પણ ખુબ જ ક્રિએટીવ કોન્સેપ્ટ લઈને આવે છે. કંપનીની પ્રોડકટમાં અમુલ બટર, મિલ્ક પાઉડર, ઘી, ચોકલેટ, આઈસ્ક્રીમ, બિસ્કીટ, દહીં, લસ્સી સહિતની વસ્તુઓનું ઉત્પાદન કરી વિશ્વકક્ષાએ અમુલ્ય નામ ધારણ કરી ચુકયું છે.
અમુલે વિશ્વની ૧૩મી સૌથી વિશાળ ડેરીમાં નામ નોંધાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મુળ ગુજરાતથી શરૂ થયેલ અમુલ દુધનો કારોબાર ૩૩ હજાર કરોડને આંબ્યો છે. જે ગત વર્ષની સરખામણીએ ૧૩ ટકા વધુ ગ્રોથ નોંધાયો છે. ગત ૯ વર્ષોમાં અમુલે ૧૭ ટકાથી પણ વધુ ગ્રોથ રેટ બનાવ્યો છે. માર્કેટમાં ૧૮ મેમ્બર યુનિયનના મિલ્ક પ્રોકયુરમેન્ટ દ્વારા અમુલે ૧૦ ટકા સાથે પ્રતિ દિવસ ૨૩૦ લાખ લીટર દુધના ઉત્પાદનને પહોંચાડયું છે. અમુલ ફેડરેશનના જણાવ્યા મુજબ મેમ્બર યુનિયને રૂ.૪૫ હજાર કરોડ સાથે ૧૩ ટકા વધુ ગ્રોથ ગત વર્ષ કરતા હોવાનું કહ્યું હતું.
માર્કેટમાં સતત અમુલ પ્રોડકટની ડિમાન્ડમાં વધારો આવી રહ્યો છે. અમુલના પ્રોડકટ મેનેજીંગ ડાયરેકટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે, તેમને વિવિધ કેટેગરીમાં પ્રોડકટોના વેચાણમાં વધારો થતા જોયો છે. માર્કેટમાં સૌથી વધુ તેમના પાઉચમાં આવતા દુધનું વેચાણ તેમજ ટનઓવર થાય છે.
તેઓ ડબલ ડીજીટમાં ગ્રોથ મેળવી રહ્યા છે અને માત્ર દુધ નહીં પરંતુ અમુલની દરેક પ્રોડકટ લોકોને મન ભાવન બની રહી છે. અમુલ આજે ઘરે ઘરમાં વપરાય છે. દુધ ઉપરાંત કેટલીક પ્રોડકટો જેમ કે ચોકલેટમાં પણ અમુલે ડાર્ક ચોકલેટ, ચોકો-મોકો, આલ્મંડ ચોકલેટ એમ વિવિધ વેરાયટીઓનું વેચાણ પણ વઘ્યું છે એમ આ ચોકલેટો વિશ્વળતી ચોકલેટની ગુણવતાની સરખામણીએ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.