- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 50 વર્ષ પૂર્ણ થવા નિમિતે 1 લાખ ખેડૂતો અને પશુપાલકોને કર્યા સંબોધિત
અમદાવાદમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 50 વર્ષ પૂરા કરવાના અનુક્રમે 1 લાખ ખેડૂતો અને પશુપાલકોને સંબોધિત કર્યું છે. ભારત માતા કી જય સાથે સંબોધનની શરૂઆત કરી વડાપ્રધાને જણાવ્યું છે કે 50 વર્ષ પહેલાં એક છોડ ઉગાડ્યો તો તે આજે વટવૃક્ષ છે. આ વિશાળ વટવૃક્ષની શાખાઓ આજે દેશ – વિદેશમાં ફેલાયેલી છે. અત્યારે અમુલ દુનિયાની 8મી સૌથી મોટી ડેરી છે. આપણે તેને પ્રથમ નંબરે લઈ જવાની છે. જીસીએમએમએફની સ્વર્ણ જયંતી પર તમામને શુભકામના. જીસીએમએમએફ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને અભિનંદન છે. ડેરી સેક્ટરના સૌથી મોટા સ્ટેક હોલ્ડર એવા પશુધનને પ્રણામ.
આ યાત્રાને સફળ બનાવવામાં પશુધનનું સૌથી મોટું યોગદાન છે. જેમાં પશુધન વગર ડેરી સેક્ટરની કલ્પના પણ ન થઇ શકે. માટે પશુધનને આદર સાથે પ્રણામ કરું છુ. દેશમાં અનેક ડેરી બની પણ અમૂલ જેવું કોઇ નહી. અમૂલ ભારતના પશુપાલકોની ઓળખ બની ગઇ છે. અમૂલ એટલે સમય સાથે આધુનિકતાનો સમાવેશ છે. અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા છે. અમૂલ એટલે સંકલ્પ અને એનાથી મોટી સિદ્ધિ. 50થી વધુ દેશોમાં અમૂલના ઉત્પાદનોની નિકાસ છે. 18000થી દૂધ સહકારી મંડળી, 36 લાખ ખેડૂતોનું નેટવર્ક છે. રોજ 3.5 કરોડ લિટર દૂધની ખરીદી છે. ખેડૂતોને રોજ 200 કરોડથી વધુનું ઓનલાઇન પેમેન્ટ થયા છે. આ સંસ્થા સંગઠનની શક્તિ, સહકારની શક્તિ છે. દુરોગામી વિચાર સાથે લીધેલા પગલાં ભાગ્ય બદલી શકે છે. સરદાર પટેલના માર્ગદર્શનમાં અમૂલનો પાયો નંખાયો હતો. સરકાર અને સહકારના તાલમેલનું આદર્શ ઉદાહરણ અમૂલ છે. ભારતના ડેરી સેક્ટર સાથે 8 કરોડ લોકો સીધા જોડાયેલા છે.
ભારતના દૂધ ઉત્પાદનમાં 60 ટકાનો વધારો 10 વર્ષમા થયો છે. 10 વર્ષમાં વ્યક્તિદીઠ દૂધ વપરાશમાં 40 ટકાનો વધારો થયો છે. ડેરી સેક્ટર વિશ્વમાં માત્ર 2 ટકાના દરે આગળ વધે છે. ભારતમાં ડેરી સેક્ટરનો વિકાસદર 6 ટકાનો છે. ભારતમાં 10 લાખ કરોડના ટર્નઓવરવાળું ડેરી સેક્ટર છે. ડેરી સેક્ટરની મુખ્ય કર્તાહર્તા નારીશક્તિ છે. દેશમાં ધાન, ઘઊં અને શેરડીનું ટર્નઓવર મળીને આટલું નથી. 10 લાખ કરોડના ટર્નઓવરના સેક્ટરમાં 70 ટકા મહિલાઓ છે. ભારતના ડેરી સેક્ટરની કરોડરજ્જુ આ મહિલા શક્તિ છે. અમૂલની આ સફળતા માત્ર નારી શક્તિને કારણે છે. ભારતની ડેરી સેક્ટરની સફળતા મોટી પ્રેરણાનો સ્ત્રોત છે. ભારતને વિકસિત કરવા મહિલાઓની આર્થિક શક્તિ વધવી જોઇએ. અમારી સરકાર મહિલાઓની આર્થિક શક્તિ વધારવા કાર્યરત છે. 10 વર્ષમાં સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓની સંખ્યા વધી છે.
ભાજપ સરકારે મહિલાઓને 6 લાખ કરોડની મદદ કરી છે. પીએમ આવાસ યોજના હેઠળ મોટાભાગના ઘર મહિલાઓના નામે છે. સમાજમાં મહિલાઓની આર્થિક ભાગીદારી વધી છે. આધુનિક ડ્રોન ઉડાવવા નમો ડ્રોન દીદીઓને ટ્રેનિંગ આપી છે. ગામેગામ નમો ડ્રોન દીદીઓ જંતુનાશકો છાંટવામાં અગ્રેસર હશે. ગુજરાતમાં પણ ડેરી સેક્ટરમાં મહિલાઓની સંખ્યા વધી છે. ડેરીના નાણાં બહેનો – દીકરીઓના હાથમાં આવે તેવો પ્રયત્ન છે. ગામોમાં એટીએમ લાગતા પશુપાલકોને સુવિધા થઇ છે. પશુપાલકોને રૂપે ક્રેડિટ કાર્ડ આપવાની પણ યોજના છે. પંચમહાલ, બનાસકાંઠામાં રૂપે ક્રેડિટ કાર્ડની શરૂઆત કરાઇ છે. અગાઉની સરકારોએ ગ્રામિણ અર્થવ્યવસ્થા પર ભાર ન મૂક્યો તેમાં અમે ગામોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકીએ છીએ.
નાના ખેડૂતોનું જીવન સુધારવા પર અમારું ફોકસ છે. પશુઓનું સ્વાસ્થ્ય સુધારવા પર અમારું ફોકસ છે. મત્સ્યપાલન અને મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીએ છીએ. મત્સ્ય અને મધુમાખી પાલનના ખેડૂતોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યુ છે. દુધાળા પશુઓની નસ્લ સુધારવા રાષ્ટ્રીય ગોકુલ મિશન છે. પશુઓને 60 કરોડ રસી અપાઇ છે. 2030 સુધી પશુઓના રોગને દૂર કરવાનું લક્ષ્યાંક છે. દેશી નસ્લની પ્રજાતિઓને બચાવવા નવા ઉપાયોની જાહેરાત કરી છે.
11 લાખ નારી શક્તિ પશુ પાલક છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું છે કે વિશ્વનાં સૌથી લોકપ્રિય નેતાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે. આજે 22 ફેબ્રુઆરી 1 માસ પહેલા પીએમએ ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. અમૃત કાલમાં રામ રાજ્યમાં 50 વર્ષની ઉજવણી કરી રહ્યું છે તે સારી વાત છે. આઝાદીનાં આંદોલનમાં લડતની આગેવાની ગાંધીજી અને સરદાર સાહેબે લીધી હતી. એજ રીતે ગુજરાતનાં બે પનોતા પુત્ર કામ કરી રહ્યા છે. કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ દરેક ક્ષેત્રે કામ કર્યું છે. 1942માં નાની દેરીઓથી શરૂ થયેલી શરૂઆત આજે વિશ્વનો સૌથી મોટો પરિવાર બની ગયો છે. દૂધ ઉત્પાદકનું વેચાણ થાય અને સૌની પ્રગતિ થાય તેના માટે 1973 માં ફેડરેશન બનાવ્યું હતું. 2 દાયકામાં સંખ્યા બમણી થઈ છે. 11 લાખ નારી શક્તિ પશુ પાલક છે. દેશની 5 મી આર્થિક સત્તા બનાવવામાં તમારા લોકોનું મોટું યોગદાન છે.