મહેંગાઇ ડાયન મારત જાત હૈ !
મસ્તી દહીંના ભાવમાં 2 થી 4 રૂપિયા, છાશના પાઉચ અને લસ્સીમાં એક રૂપિયાનો વધારો કરાયો
કેન્દ્ર સરકાર દ્વારા ડેરી પ્રોડકટસ પર પાંચ ટકા જીએસટી ઝીંકવામાં આવતા હવે દુધ, દહીં અને છાશના ભાવમાં પણ વધારો થયો છે. ચોતરફ મોંધવારીથી પિસાય રહેલી જનતાને દાઝયા પર ડામ પડયો છે. દુધની બનાવટોમાં પેકેટ પર 1 થી 4 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
ડેરી પ્રોકટસ પર ગઇકાલથી પાંચ ટકા જીએસટી લાદવામાં આવ્યો છે. જેના કારણે અમુક ડેરી દ્વારા દુધની વિવિધ બનાવટોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મસ્તી દહીંના 400 ગ્રામના પાઉચ પર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મસ્તી દહીં એક કિલોના પાઉચમાં ચાર રૂપિયાનો, છાશમાં પ00 મીલીના પાઉચમાં રૂ. 1 નો અમુલ લસ્ીી 170 ગ્રામ પાઉચમાં 1 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
ભાવ વધારો આજથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. કમરતોડ મોંધવારી વચ્ચે જનતાને વધુ એક બોજ પડયો છે. આગામી દિવસોમાં અન્ય ડેરી દ્વારા પણ દહીં, છાશ, લસ્સીના ભાવમાં વધારો ઝીંકવામાં આવે તેવી દહેશત વર્તાય રહી છે.જીએસટીના કારણે માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, સુકામેવાના, સુકા સોયાબીન અને વટાણા મોંધા થયા છે. ઘંઉ અને ચોખાના ભાવ પણ વઘ્યા છે.