રૂ. 100 કરોડની રકમ સરકારમાં જમા કરાવતા 116 એકર જમીનની ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરાઇ

અમુલના પ્લાન્ટ માટે ગઢકા પાસે પસંદ કરવામાં આવેલી 116 એકર જમીનનો કબ્જો સોપી દેવામાં આવ્યો છે. અમુલે રૂ. 100 કરોડની રકમ સરકારમાં જમા કરાવતા તંત્ર દ્વારા જમીન ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે મુખ્યમંત્રીના હસ્તે આ પ્લાન્ટનું ભૂમિપૂજન થાય તેવી શકયતા સેવાઈ રહી છે.

Untitled 1 Recovered Recovered Recovered Recovered Recovered 17

દુનિયાના ડેરી બિઝનેસમાં પોતાનો અને સાથે સાથે ગુજરાતનો ડંકો વગાડનારી અમૂલ રાજકોટમાં પોતાનો ડેરી પ્લાન્ટ સ્થાપશે. આ માટે જિલ્લા તંત્ર દ્વારા ડેરીના પ્લાન્ટ માટે જામનગર રોડ તરફ આવેલા આણંદપર- સોખડા ગામમાં અંદાજે 100 એકર જમીન પસંદ કરવાામાં આવી હતી. જો કે આ જમીન રૂડા વિસ્તારમાં આવતી હોય તેના ભાવ પણ વધુ હતા. જેથી અમુલ દ્વારા આ જમીનને પડતી મુકવામાં આવી છે. બાદમાં ગઢકા ગામની સર્વે નં. 477ની ખરાબાની 116 એકર જમીન પસંદ કરવામાં આવી હતી.આ જમીન સરકારી ખરાબો છે. જે ટોકન ભાવે આપવા માટે અમુલ દ્વારા જિલ્લા કલેકટરને દરખાસ્ત કરવામાં આવી હતી.  જિલ્લા કલેકટરે તાલુકા મામલતદાર કચેરીને આગળની કાર્યવાહી સોંપી હતી. જે પૂર્ણ થયા બાદ કલેક્ટર દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. સરકાર કક્ષાએથી મંજૂરી મળતા નકકી થયેલા ભાવ પ્રમાણે રૂ. 100 કરોડની રકમ અમુલ દ્વારા સરકારમાં જમા કરાવવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા આ જમીનનો કબ્જો અમૂલને સોંપી દેવામાં આવ્યો છે.

અમુલ દ્વારા ગઢકા નજીક પ્લાન્ટ સ્થાપવામાં આવશે એટલે સમગ્ર તાલુકાના પશુપાલકોને ફાયદો થશે. આ મહત્વના પ્રોજેક્ટનું આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન થાય તેવી શકયતા સેવાઈ રહી છે.દૈનિક 30 લાખ લિટર દૂધના પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ સ્થાપવાનું આયોજન

રાજકોટમાં બનનારો પ્લાન્ટ ગાંધીનગરમાં બની રહેલા તેના સૌથી મોટા 50 લાખ લીટર ડેઇલી કેપેસિટી ધરાવતા પ્લાન્ટ પછી બીજા નંબરનો પ્લાન્ટ બની શકે છે. ફેડરેશન આ માટે રુ. 200 કરોડના ખર્ચે પ્રતિ દિવસ 30 લાખ લિટર દૂધના પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ સ્થાપવા માગે છે. જેનાથી રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છના દુધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે.પરિવહન ખર્ચમાં થશે ઘટાડો હાલ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં 10 જેટલી દૂધ મંડળીઓ દરરોજ 30 લાખ લિટર જેટલું દૂધ એકઠું કરે છે અને તે પૈકી ફક્ત 15 લાખ લિટર જ દૂધ, દહીં, છાસ અને ઘી બનાવવા માટે વાપરી શકે છે. જ્યારે બાકીનું 15 લાખ લિટર દૂધ ગાંધીનગર ડેરીમાં મોકલવામાં આવે છે. જ્યાં જીસીએમએમએફ આ દૂધનો ઉપયોગ અમૂલ બ્રાન્ડ નામ હેઠળ જુદી જુદી દૂધની બનાવટો બનાવવા જેવી કી શ્રીખંડ, આઈસક્રીમ, ચોકલેટ, ચીઝ, બટર અને સ્કિમમ્ડ મિલ્ક પાઉડર બનાવવા માટે કરે છે. જો કે આમાં પરિવહન ખર્ચ વધી જાય છે. પ્લાન્ટ અહીં બનશે એટલે પરિવહન ખર્ચમાં ઘટાડો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.