રેલ દુર્ઘટનામાં એક પરેશાન કરે તેવો ખુલાસો થયો છે. આ દુર્ઘટનામાં તે વ્યક્તિનું પણ ટ્રેન નીચે કપાઈને મોત થઈ ગયું જે ત્યાંની રામલીલામાં રાવણનું પાત્ર ભજવતો હતો. રાવણદહન દરમિયાન રાવણનું પાત્ર ભજવનાર દલબીર સિંહ પાટા પર જ ઊભો હતો. દલબીરની માતાએ કહ્યું, “સરકારને મારી અપીલ છે કે મારી પૂત્રવધૂને નોકરી આપે. તેને 8 મહિનાનું બાળક પણ છે.”
#Amritsar: Dalbir Singh (pic 1), who played the role of Ravan in a Ramlila in the city during Dussehra celebrations, died in #AmritsarTrainAccident, yesterday. His mother (pic 3) says, “I appeal to the govt to provide a job to my daughter-in law. She also has a 8-month old baby.” pic.twitter.com/MFDHVhwf4G
— ANI (@ANI) October 20, 2018
જે સમયે રાવણનું પૂતળું સળગી રહ્યું હતું, બરાબર તે જ સમયે રામલીલામાં રાવણ બનેલો દલબીર સિંહ પાટા પર ઊભો હતો. રાવણદહન થતું હતું તે દરમિયાન જ ટ્રેન આવી અને 60થી વધુ લોકોની સાથે દલબીરને પણ કચડી નાખ્યો.દલબીરના મોતથી પરિવાર આઘાતમાં છે. દલબીરની પત્નીની રડી-રડીને હાલત ખરાબ છે. દલબીરની મા અને ભાઈને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેમના ઘરનો લાડલો હવે આ દુનિયામાં નથી.