આ વર્ષ-2021 ઐતિહાસિક, ગૌરવશાળી,  અને દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષે આપણી  આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે. આઝાદીનાં 75 વર્ષની ઉજવણીનો અવસર ભારે ઉત્સાહની સાથે મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ ભારતીય તટરક્ષક દળ પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.

WhatsApp Image 2021 08 04 at 12.41.12 PM ઓખા, પોરબંદર અને ગાંધીનગર ખાતે વોકેથોન અને સાઇક્લોથોનનું આયોજન

ભારતીય તટરક્ષક દળ(ઉત્તર પશ્ચિમ)ના પ્રાદેશિક વડામથક અને કમાન્ડ અંતર્ગત આવતા યુનિટ્સ દ્વારા ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ગાંધીનગર, પોરબંદર અને ઓખા ખાતે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર પશ્ચિમ પ્રદેશ હેઠળ આવતા તમામ ભારતીય તટરક્ષક દળના યુનિટ્સે આ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

WhatsApp Image 2021 08 04 at 12.41.14 PMWhatsApp Image 2021 08 04 at 12.41.14 PM 1

સમુદ્રી પોલીસ, તટવર્તીય સમુદાય અને અન્ય નાગરિક એજન્સીઓએ પણ પોરબંદર અને ઓખા ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં સમાન જુસ્સા સાથે ભાગ લીધો હતો. ગાંધીનગર ખાતે યોજવામાં આવેલી વોકેથોન અને સાઇક્લોથનમાં ભાગ લેનારા ભારતીય તટરક્ષક દળના 75 કર્મીઓમાં તટરક્ષક દળ પ્રદેશ કમાન્ડર (ઉત્તર પશ્ચિમ) ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા પણ સામેલ થયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.