મહાપાલિકાની આરોગ્ય શાખાના સહયોગથી યોજાયેલા કેમ્પમાં અંજલીબેન રૂપાણીએ કર્યું કાર્ડનું વિતરણ
રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા અને જીવદયા ગ્રુપ રાજકોટ આયોજીત રવિવારે સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે મુખ્યમંત્રી વાત્સલ્ય ર્માં અમૃતમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં ૨૭૬ પરિવારના ૧૦૦૦ લોકોને ર્માં અમૃતમ કાર્ડનો લાભ મળ્યો હતો.
રાજકોટના ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી અને ભાજપના અગ્રણીઓ દ્વારા દિપ પ્રાગટય કરી કેમ્પનો પ્રારંભ કર્યો હતો.
આ કેમ્પમાં રાજકોટના મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, પ્રમુખ કમલેશ મીરાણી, ડે. મેયર દર્શિતાબેન શાહ, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષ રાડીયા સહિતના અને જીવદયા ગ્રુપના ઉપેન્દ્રભાઈ મોદી અને ગ્રુપના સભ્યો ખાસ હાજર રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન આરોગ્ય સમિતિનાં ચેરમેન મનીષ રાડીયાએ જણાવ્યું હતુ કે, રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતનાં મુખ્યમંત્રીની મા વાત્સલ્ય યોજના રાજકોટના લોકો સુધી પહોચે તે માટે રાજકોટ મહાનગરપાલીકા અને જીવદયા ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
૨૭૬ પરિવારો એટલે લગભગ ૧૦૦૦ લોકોને આ કાર્ડનો લાભ મળશે. આ યોજના છેવાડાના માનવીને પહોચાડવ ભાજપ સરકાર પ્રયાસો માટે કાર્યરત છે. મા અમૃતમ કાર્ડની જરૂર પડે ત્યારે તે મોટાભાગઈ જેવું કાર્ય કરે તેવી આ લોક ઉપયોગી યોજના છે. આ કેમ્પમાં લોકોએ પણ જુસ્સાભેર ભાગ લઈ સફળ બનાવેલ છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન જીવદયા ગ્રુપના ઉપેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, ગુજરતાનાં મુખ્યમંત્રી અને આરોગ્ય સમિતિના