૨૪મી સુધી ફોર્મ સ્વીકારાશે: આયોજકો ‘અબતક’ની મુલાકાતે
શેઠ ઉપાશ્રય જૈન સંઘ આયોજીત જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ સંકલિત “માં અમૃતમ કેમ્પનું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી તા.૨૯/૧૨/૧૯ને રવિવારના રોજ રાખવામાં આવેલ છે. જેનાથી અનેક લોકોનો સમય, શક્તિ, સંપતિનો બચાવ થશે. એક જ દિવસે, એક જ સ્થળે અનેક લોકોને માં અમૃતમ કાર્ડ મળી જાશે.
આયુષ્યમાન ભારત અને મા અમૃતમ યોજના લોકો માટે આશિર્વાદ સમાન છે. આપણે પ્રાર્થના કરીએ કે દરેક લોકો નિરોગી રહે પરંતુ ક્યારેક કોઈક વ્યક્તિને હાર્ટ અટેક, કેન્સર જેવી બિમારીનો સામનો કરવો પડે અને હોસ્પીટલમાં દાખલ કરવા સમયે પરિવાર ચિંતીત થઈ જાય છે. આવા કિસ્સામાં જો આયુષ્યમાન કે “માં અમૃતમ કાર્ડ હોય તો પરિવારનો આર્થિક તથા માનસીક ભાર હળવો થઈ જાય છે. આ ફોર્મ તા.૨૪/૧૨/૨૦૧૯ના રોજ સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૩૦ વાગ્યા સુધી શેઠ ઉપાશ્રયે સ્વિકારવામાં આવશે તેમજ આ ફોર્મ કોઈ પણ ભરી શકે છે.
રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓ, ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા શેઠ ઉપાશ્રય જૈન સંઘના ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠ સહિત મેયર બિનાબેન આચાર્ય, અશ્ર્વિનભાઈ મોલીયા, ઉદયભાઈ કાનગડ, અજયભાઈ પરમાર, દલસુખભાઈ જાગાણી, નિતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મિરાણી, જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા વિગેરે ઉપસ્થિત રહી આ આયોજનને સફળ બનાવશે. કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા શેઠ ઉપાશ્રય જૈન સંઘ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. વિશેષ માહિતી માટે હિતેનભાઈ કામદાર (મો.૯૯૨૫૦ ૧૧૩૨૭), દિનેશભાઈ ટીંબડીયા (મો.૯૪૨૭૭ ૨૬૬૪૪)નો સંપર્ક કરવો. કેમ્પને સફળ બનાવવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.