દહેરાદુનની મિલકતને લઇ મામા-મધુસુદન અને ભાણી અમ્રીતા સિંહ વચ્ચે ર૦૧૪ થી વિવાદ ચાલી રહ્યો છે: તાજેતરમાં મામા નિધન બાદ વિવાદ વકર્યો
બોલીવુડની વિતેલા સમયની અભિનેત્રી અમ્રીતા સિંહ અને તેની પુત્રી સારા અલીખાને દહેરાદુનની વારસાગત મિલકતમાં હિસ્સેદારીનો દાવો કર્યો છે. કરોડોની પૈતૃક સંપત્તિ ની હિસ્સેદારીનો જંગ લેખક મધુસુદન બિમ્બેટના મા આશાનું પાંચ વર્ષ પહેલા મૃત્યુ થયું અને તેની સામે જ શરુ થયો મિલ્કતનો વિવાદ મધુસુદનની બહેન તાહિરા અને ભાણી અમીત્રા સિંહે પૈતૃક સંપતિમાં પોતાનો હિસ્સો માંગ્યો હતો. અવિવાહિત મધુસુદન આ મિલ્કતના ભાગલા માટે તૈયાર ન થતાં અમ્રીતાએ સીવીલ કોર્ટનો સહારો લીધો હતો.
ઉલ્લેખનીય છે કે શનિવારે જ મધુસુદરનું મોત થયા બાદ આ હાોપ્રોફાઇલ વિવાદ સામે આપ્યો છે. મળતી માહીતી પ્રમાણે આ મિલ્કતની કિંમત પચાસ કરોડની આસપાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે મધુસુદનના પિતા મદનલાલ એયરફોર્સમાં વિંગ કમાંડર હતા. જેમના દ્વારા ૧૯૬૩ ની આસપાસ આ સંપતિ ખરીદવામાં આવી હતી. તેમણા ઘણા આલીશાન હોય અને મ છે. ૨૦૧૪માં આશા બિમ્બેટનું બિનારીના કારણે નિધન થયું હતું. માં આશાના મોત બાદ કરોડોની સંપતિના ભાગલાની ચિંગારી સળગી હતી. સંપતિમાં મધુસુદનની બહેન તાહિરા અને ભાણી અમ્રતાસિંહે પોતાની માતા ખસાનાની ભાગીદારીનો દાવો કર્યો હતો.
મધુસુદને મિલ્કતમાં કોઇપણ પ્રકારનો હિસ્સો ન આપવા જણાવ્યું હતું. ત્યારબાદ શરુ થઇ સંપતિની ભાગીદારીની જંગ આ જંગ ઘરમાંથી નિકળી સીવીલ કોર્ટ સુધી જઇ પહોંચી હતી.
મહત્વનું છે કે બંગલામાં કેર ટેકર ખુશીરામના જણાવ્યા પ્રમાણે મિલ્કતને લઇ જિલ્લાધિકારી અને સીવીલ કોર્ટ સીનીયર ડીવીઝનમાં બે કેસ ચાલી રહ્યા છે. આ કેસ બાદ મધુસુદન અને ભાણી અમ્રતાસિંહ વચ્ચે એવી તિરાડ પડી કે એકબીજાના ઘરે આવવા-જવાનું બંધ થઇ ગયું હતું. પરંતુ પરિવારમાં આ લડાઇની કેટલાક ખાસ લોકોને જ જાણ હતી. પરંતુ મધુસુદનની મૃત્યુ બાદ મામ-ભાણી વચ્ચે ચાલી રહેલ વિવાદ સાર્વજનીક થઇ ગયો.
અભિનેત્રી અમ્રતાસિંહે ત્રણ દિવસ પહેલા પોલીસને ઇ-મેલ મોકલ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે તેમના મામ મધુસુદન બિમાર હોવાથી હોસ્પિટલમાં છે. આવા સંજોગોમાં તેમને આશંકા હતી કે કેટલાક ભૂ-માફીયાઆ સંપતિ પર જબરદસ્તી કબ્જો કરી શકે છે. ઘણા સમયથી ભૂ-માફીયાઓની નજર આ સંપતિ પર છે. પોલીસ ને આ સંપતિ પર કોઇનો કબ્જો ન થઇ જાય તે જોવા અનુરોધ કર્યો હતો.
કેર ટેકર ખુશીરામે પોલીસને જણાવ્યું કે જે કંઇપણ થયું છે તે માલીક મધુસુદનની ઇચ્છા વિરુઘ્ધ થયું છે. તે ર૩ વર્ષ થી આ સંપતીની દેખરેખ કરી રહ્યા છે. ખુશીરામે જણાવ્યું કે તેમને જાણકારી મળી છે કે સંપતિને લઇને મધુસુદને વસીયતનામુ બનાવ્યું છે.મધુસુદન નહોતા ઇચ્છતા કે અમ્રતાસિંહ કે કોઇ અન્ય કોઠી પર આવે. જો કે આ સમગ્ર મામલે સબ જયુડીશીયલ અને પોલીસ સુધી પહોંચી ગયો છે અને કાયદો કાયદાનું કામ કરશે.