મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે હોસ્પિટલના સીઈઓ ડો.મનીષા પટેલને એવોર્ડ એનાયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સ્વચ્છ ભારત અંતર્ગત સમગ્ર દેશભરમાં સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે. આ અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેર-જિલ્લામાં સ્વચ્છ સર્વેક્ષણ શહેરના વિવિધ ક્ષેત્રોના એકમોને પ્રોત્સાહિત કરવા સ્વચ્છ સર્વેક્ષણ હાથ ધરાયું હતું.
આ અભિયાન અંતર્ગત શહેરની વિવિધ હોસ્પિટલોની કેટેગરીમાં અમૃતા હોસ્પિટલ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે સ્વચ્છ સર્વેક્ષણ લીગ ૨૦૧૯ હોસ્પિટલ કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે આવ્યું હતું. આ તકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અમૃતા હાસ્પિટલના સીઈઓ ડો.મનીષા પટેલને એવોર્ડ એનાયત કરાયો હતો.
આ એવોર્ડ હોસ્પિટલ માટે સદાય યાદગાર બની રહેશે: ડો.મનીષા પટેલ
આ પ્રસંગે ડો.મનીષા પટેલે ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા આયોજીત સ્વચ્છ સર્વેક્ષણ લીગ ૨૦૨૦ અંતર્ગત હોસ્પિટલ કેટેગરીમાં અમૃતા હોસ્પિટલને પ્રથમ ક્રમાંક મળ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એવોર્ડ એનાયત કરાયો છે જે અમૃતા હોસ્પિટલ માટે સદાય યાદગાર ક્ષણ બની રહેશે. ઉપરાંત તેમણે આ એવોર્ડ બદલ હોસ્પિટલના હાઉસ કીપીંગ વિભાગનો આભાર માનતા કહ્યું હતું કે, એવોર્ડનો સમગ્ર શ્રેય હોસ્પિટલના હાઉસ કિપીંગ વિભાગના સુપરવાઈઝર સહિતના તમામ કર્મચારીઓને આપું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૪ કલાક ચાલનારી હોસ્પિટલમાં ૨૪ કલાક સ્વચ્છતાનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે તા આ અભિયાનમાં દર્દી તથા તેમના પરિજનો પણ ખુબ સહયોગ આપે છે તે બદલ હું તેમનો પણ આભાર માનું છું જ્યારે લોકો પાસે ફીડબેક લેવામાં આવે છે ત્યારે મોટાભાગના લોકો હોસ્પિટલની સ્વચ્છતાને બિરદાવે છે.
આ અવસરે ડો.મનિષા પટેલે જાહેર જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. આપણષ આપણી જાતી માંડીને, આપણું ઘર, વિસ્તાર તા સમગ્ર વાતાવરણને સ્વચ્છ બનાવવું જોઈએ. ઉપરાંત તેમણે ‘સ્વચ્છતા અભિયાન’માં જાહેર જનતાને સહયોગ આપવા વિનંતી કરી હતી.