અખંડ નામ જાપ, સામુહિક ધ્યાન સાધના, મહારૂદ્ર સ્વાહાકાર યજ્ઞ, સંત સમાગમ અને તુલાદાન સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન
૧૪ જાન્યુઆરી ૧૯૯૪માં સદગુરૂ સંકેતથી પ.પૂ.શિવોમતીર્થી મહારાજે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરીને સાધનાને પ્રખર કરવાનો સંકલ્પ લીધો હતો. વાસુદેવ કુટુંબના બધા જ સાધકો આધ્યાત્મિક સાધનના ક્ષેત્રમાં સદગુ‚ પ્રભુબાના ઋણી સમાન છે. આ વર્ષે પ્રભુ ૭૫ વર્ષની આયુ પૂર્ણ કરશે. આ વર્ષે ૭ જાન્યુઆરીના ચૈતન્ય દિવસે શુભ અવસર ઉપર વાસુદેવ કુટુમ્બ દ્વારા શ્રદ્ધા સ્વરૂપ ‘અમૃત મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જે રાજકોટ ખાતે આવતીકાલથી મોટલ ધ વિલેજમાં અમૃત મહોત્સવના કાર્યક્રમનો પ્રારંભ થશે.
અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આવતીકાલથી પમી જાન્યુઆરી સુધી અખંડ નામ જાપ સાપ્તાહિક અને સામુહિક ધ્યાન સાધના તેમજ સત્સંગ, ૨જીથી ૭મી જાન્યુઆરી સુધી પંચસપ્તપદી પૂર્તિ સહિઠા તેમજ મહારૂદ્ર સ્વાહાકાર મહાયજ્ઞ જેમાં માર્ગદર્શક તરીકે વેદમૂર્તિ કેશવ મધુરકર રાવ આયાચિત-અધ્યાપક-રામવેદ પાઠશાળા અને શિક્ષક તરીકે પ્રસાદ પુ‚ષોતમ લાડસા વંગીકર સંબોધન કરશે. ૬ઠી જાન્યુઆરીએ બપોર બાદ સંત સમાગમ જેમાં પીઠાધીશ્ર્વર જુના અખાડાના અવર્ધશાનંદગીરીજી જ્ઞાન પીરસશે. અંતિમ દિવસે ૭મી જાન્યુઆરીએ તુલાદાન, કાર્યક્રમ અને અમૃત મહોત્સવ દિનની પૂર્ણાહુતિ યોજાશે.
અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન ફકત શાસ્ત્રોકત કર્મ જ નહીં પરંતુ ભારતીય સમાજની સંરચનાની મોટી કડી રહી છે. સદગુરૂ પ્રતિ નિષ્ઠા વ્યકત કરવી એ જ મુખ્ય ઉદેશ છે. આ મહોત્સવ અંતર્ગત અખંડ નામ જાપ, સામુહિક ધ્યાન સાધના, તુલાદાન, યજ્ઞ, સત્સંગ એવા સંત સમાગમ સહિતના કાર્યક્રમ યોજાવાના છે.