પાણીમાં મળનારા હોર્સ શુ કરચલાના લોહીને મેડિકલ સાયન્સ કોઇ અમૃતથી ઓછુ ગણતુ નથી. તેના લોહીનો રંગ ભૂરો હોય છે. પરંતુ દુ:ખથી વાત એ છે કે આ જીવને તેની આ ખાસિયતને કારણે મારી નાખવામાં આવે છે. આ જીવનો આકાર ઘોડાની નાળ જેવો હોવાથી તેનુ નામ હોર્સ શૂ કૈબ રાખવામાં આવ્યું છે. તો જાણો આ જીવનું લોહી શા માટે ગણાય છે. અમૃત.
આ કરચલાનું સાયન્ટિફિક નામ Limulus Polyphemusછે. માનવામાં આવે છે કે ૪૫ કરોડ વર્ષ પહેલાથી આ પ્રજાતિ અસ્તિત્વમાં છે. કરોડો વર્ષમાં પણ તેના આકારમાં કોઇ ફેરફાર આવ્યો નથી. આ કરચલાના લોહીને તેની એન્ટીબેક્ટેરીયલ પ્રોપર્ટીના કારણે મેડિકલ સાયન્સમાં વાપરવામાં આવે છે. આ કરચલાના લોહીનો રંગ ભૂરો હોવાનું કારણ તેના લોહીમાં કોપર બેસ્ટ હીમોસાઇનિન હોવુ છે. જે ઓક્સિજનને શરીરના અનેક ભાગમાં લઇ જાય છે. લાલ લોહીવાળા જીવના શરીરમાં હિમોગ્લોબીનની સાથે આયર્ન પણ કામ કરતુ હોવાથી તેનો રંગ લાલ છે.
આ કરચલાના લોહીને શરીરની અંદર ઇન્જેક્ટ કરીને ખતરનાક બેક્ટેરિયાની ઓળખ કરાય છે. આ ખતરનાક બેક્ટેરિયા વિશે તે યોગ્ય જાણકારી આપે છે. જેનાથી માણસોને આપવામાં આવતી દવાઓના ખતરા અને દુષ્પ્રભાવ વિશે જાણી શકાય છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે તેની આ ખાસિયતના કારણે તેના લોહીની કિંમત ૧૦ લાખ રુપિયા પ્રતિ લીટર રાખવામાં આવી છે. દર વર્ષે ૫ લાખથી પણ વધારે કરચલાનું લોહી કાઢવામાં આવે છે.