દશ વર્ષથી હળહળતો અન્યાય સહન કરી રહેલા ગામના લોકોને ન્યાય મળશે કે નહી તેવો વૈધક સવાલ
વાત કરીએ એક એવા અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તોરી ગામમા પાયાની પ્રાથમિક સુવિધા જંખતું તોરી ગામ જયા રોડ રસ્તા,સ્ટ્રીટ લાઈટો,પાણી નો પ્રશ્ન હજુ પણ બાબા આદમ વખતથી અકબંધ છે રોડ રસ્તા હજુ ધૂળીયા જ છે ખરાબ પાણીનો લોકો કરી રહયા છે વપરાશમાં ઉપયોગ ખાબોચિયા માંથી પીવાના પાણી નો ઉપયોગ થઈ રહ્યો છે ગામતળે પાણીના જિલ્લાનું આયોજન થયું એ અટકાવાયું છે લોકો પાણી માટે તોબા પોકારી ઉઠયા છે લોકો પાયાની પ્રાથમિક સુવિધા માટે ટળવળી રહયા છે તોરી ગામની અંદર સ્ટ્રીટ લાઈટો શોભાના ગાઠીયા સમાન છે રોડ,ગટર,પાણી ની પ્રાથમિક સુવિધાઓથી ગામ વંચિત છે તોરી ગામેં પાણી મહિને એકવાર આવે તેવું લોકો કહી રહયા છે સ્ટ્રીટ લાઈટો પંચાયત બિલ ના ભરવાના કારણે કનેકશન કપાઈ ગયું છે તલાટી કમ મંત્રી ની નિમણૂક નથી પંચાયતે માત્ર અલીગઢ ના તાળા લટકતા રહે છે ગામમા ગટરો ના અભાવ થી ગંદકી નોત્રાસ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છેકે આઝાદી ના વરસો ના વ્હાણા વિતિ જવા છતા પાયા ની પ્રાથમિક સુવિધાઓ જંખતુ અમરેલી જિલ્લા નું તોરીગામ અમરેલીના ધારાસભ્ય ચુંટાઈ જતા રાજકીય આગેવાનો આ અમુક વિસ્તારમાં ફરકતા નથી રજૂઆતો માટે પબ્લિક વરસાદની માફક રાહ જુએ છે તોરીગામે પીવાના પાણી ના ફાંફા પડી રહયા છે લોકો ગટરના પાણી નો વપરાશમાં કરે છે ઉપયોગ ગંદકીવાળું પાણી પશુઓને પીવડાવે છે ને વાસણ કપડા ગંદા પાણી થી ધોવે છે મહિનામાં એકાદ વખત પીવાનું પાણી આવે છે જેને લોકો સંગ્રહ કરીને પીવે છે ઉલેખનિય છે કે તોરી ગામે પીવાના પાણીની ફરીયાદ કરવા છતા જીવન જરૂરિયાત પીવાના પાણી માટે અનેક મુશ્કેલીઓ વેઠી રહેલ તોરી ગામ વિસ્તાર ના લોકોને પડી રહેલ મુશ્કેલીઓથી વાકેફ ગુજરાત સરકાર ના ચુંટાયેલા વિરોધપક્ષના નેતા કે એકપણ રાજકીય કોંગ્રેસ આગેવાન નેતાઓ એ આ વિસ્તાર ની સંભાળ લેવાને બદલે ગાજવામા ધ્યાન અને કામમાં અટકાયત રૂપે ઉભા રહયા છે તેવું લોકો કહે છે હમેશાં આ વિસ્તાર સાથે હળહળતો અન્યાય કરી લોકો ને પશુને અને નાના ફુલકાઓ સહિત ગંદકીના ગંજથી કદબદતા તોરી ગામે અનેક મુશ્કેલીઓની ફરીયાદ સામે આંખ આડા કાન કરી રહેલ આગેવાનો પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે રુકાવટ મા ધ્યાન આપે છે આ વિસ્તાર માં હળહળતો અન્યાય સહન કરી રહેલા મતદાતાઓ ,રિપીટ ધારાસભ્ય શ્રી અને તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ત્રણેય કોંગ્રેસ હોવા છતાં કોંગ્રેસના સદસ્યોના દર્શન દુર્લભ થયેલા છે. તોરી ગામ સાથે છેલ્લા દશ-દશ વર્ષથી હળહળતો અન્યાય સહન કરી રહેલા ગામના લોકો ને ન્યાય આપવો જોઈએ તો તોરી ગામના લોકોને ન્યાય મળશે કે નહીં તેવો વેધક સવાલ તોરી ગામના સ્થાનિક પબ્લિક કરી રહી છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,