કેસ બાબતે ઓફિસે બોલાવી દુષ્કર્મનો વીડિયો ઉતાર્યો: પુત્રને મારી નાખવાની આપી ધમકી
અમરેલીમાં રહેતા એક સરકારી વકિલે તેની ઓફીસે કોર્ટ કેસના કામ અર્થે આવેલી મહીલા પર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના બહાર આવતા ત્યારે ચકચાર મચી જવા પામી છે. ઉ5રાંત વકીલે દુષ્કર્મનો વિડીયો બનાવી પુત્રને મારી નાખવાની ધમકી આપી બીજી વાર દુષ્કર્મ આર્ચયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મહીલાએ ફરીયાદમાં જણાવ્યા મુજબ સાવરકુંડલામાં કેસ ચાલતો હોવાથી મહીલા ગત તા. 22-8 ના સરકારીવકીલ અજય પંડયાની ઓફીસે કામ બાબતે આવી હતી ત્યારે વકીલે મહીલા સાથે સંબંધ બાઘ્યોહતો અને ધાકધમકી આપી હતી અને દુષ્કમની વિડીયો કલીપ બનાવી લીધી હતી વિડીયો કિલપ બતાવી વકીલ તા. ર4-10 ના રોજ મહીલાને ફરી ઓફીસે બોલાવી દુષ્કર્મ આચર્યુ હતુ અને ઓફીસમાં હાજર અજાણ્યા શખ્સે વકીલની ઓફીસ બહાર ઘ્યાન રાખી વકીલને મદદ કરી હતી.
મહીલાએ ઉપરાંત જણાવ્યું હતું કે વીડીયો કિલપ ઉતારી વકીલ તેને ધમકી આપતો અને તેના પુત્રને જાનથી મારી નાખવાનું કહેતો હતો જેથી મહીલાએ અમરેલી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.