રાજકોટની કણસાગરા મહિલા કોલેજ રનર્સઅપ બની: આજે
ભાઈઓ-બહેનોની જિમ્નાસ્ટિક સ્પર્ધામાં ભારે રસાકસી જોવા મળી
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા અને મોરબીની ઓમ વિધાવાસીની કોલેજના યજમાન પદે તાજેતરમાં આંતર કાલેજ બહેનોની કબડી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, આ સ્પર્ધા જીતવા ખેલાડીઓ વચ્ચે રસાકસી જામી હતી. અંતે અમરેલીની કે.વી.બી. મહિલા કોલેજ વિજેતા બની હતી જયારે રાજકોટની કણસાગરા કોલેજ બીજા નંબરે અને જેતપુરની કોલેજ ત્રીજા નંબરે રહી હતી. ટુર્નામેન્ટના અઘ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.ગીરીશભાઈ ભીમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડી સફળતાના શિખરો શર કરવા અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની આંતર કોલેજ ભાઈઓ-બહેનોની કબડી સ્પર્ધામાં રેકોર્ડબ્રેક 35 ટીમોએ ભાગ લીધો હતો. આગામી દિવસોમાં યુનિવર્સીટીની સિલેક્શન ટિમ દ્વારા 400 ખેલાડીઓમાંથી 12 શ્રેષ્ઠ ખેલાડીઓની પસઁદગી કરવામાં આવશે અને આંતર યુનિવર્સીટી સ્પર્ધામાં મોકલવામાં આવશે.