અમરેલી પરીખ હોન્ડા શો રૂમમાં કામ કરતા પંકજભાઈ સોલંકીનાં બેંક ખાતામાંથી કોઈ ફોન કે ઓટીપી નંબર વગર જુદા જુદા ટ્રાન્ઝેકશનથી કુલ રૂ.૪૨૦૦/-ની રકમ ઓનલાઈન ફ્રોડ મારફતે ઉપડી ગયેલ હોય જેની જાણ થતાં તેઓએ તાત્કાલિક અમરેલી સાયબર ક્રાઈમ સેલનાં એમ.એમ.પરમારનો સંપર્ક કરી ઉપરોકત બનાવ બાબતે જાણ કરતાં તેઓ દ્વારા તુરંત જ કાર્યવાહી હાથધરી અરજદારનાં બેંક ખાતામાં કરવામાં આવેલ ઓનલાઈન ફ્રોડ ટ્રાન્ઝેકશનની તમામ જરી માહિતી તથા બેંક પાસબુકમાં થયેલ એન્ટ્રી, ઓનલાઈન સ્ટેટમેન્ટ, એટીએમ કાર્ડ વિ.ડોકયુમેન્ટ મેળવી ચેક કરતા ઓનલાઈન ફ્રોડમાં ગયેલ નાણા ગુગલની વેબસાઈટ દ્વારા અનઅધિકૃત રીતે કાપવામાં આવેલ હોવાની જાણ થયેલ, સંલગ્ન વેબસાઈટ દ્વારા ખાતાધારકની જાણ બહાર કાપવામાં આવેલ નાણા પરત મેળવવા માટે સાયબર સેલ દ્વારા જરૂરી પત્ર વ્યવહાર તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તેમજ ઘટતી તમામ કાર્યવાહી કરી, ઓનલાઈન ફ્રોડમાં ગયેલ પુરેપુરી રકમ રૂ.૪૨૦૦/- પંકજભાઈનાં બેંક ખાતામાં પરત અપાવી, આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
Trending
- શું તમે પણ ફેરી રાઈડના શોખીન છો? તો અચૂક લો આ સ્થળની મુલાકાત
- Tasty and favourite: ઉત્તર ભારતની સૌથી લોકપ્રિય વાનગીઓ
- પ્રેમમાં દગો અને વેરની વસુલાતની જબરદસ્ત સ્ટોરી સાથે એક્શનથી ભરપૂર ફિલ્મ “વિક્ટર 303”
- ભારતના સૌથી ખતરનાક રસ્તાઓ જ્યાં જવા માટે કલેજું જોઈએ!!!
- સી.એ. ફાઈનલના પરિણામમાં યશ ભાલાળાએ રાજકોટનું નામ દેશભરમાં રોશન કર્યું
- ગુજરાત : નાગરિકો હવે સીધી મુખ્યમંત્રીને ફરિયાદ કરી શકશે, આ સુવિધા શરૂ થઈ
- ટ્રાફીક ઝુંબેશનાં પગલે અકસ્માતમાં 12.71%નો નોંધપાત્ર ઘટાડો
- વાપી: છીરી ગામમાં 7 વર્ષીય બાળક સાથે દુ*ષ્કર્મ અને હ*ત્યાના આરોપીની ધરપકડ