• જાથા એ કુલ 1256મો પર્દાફાશ કર્યો
  • જાથાના જયંત પંડ્યાની આગેવાનીમાં શિવલિંગ નીકળવાના ભૂઈના ષડયંત્રનો પર્દાફાશ કર્યો.

Amreli: ભારત જન વિજ્ઞાન જાથા ની ટીમએ અમરેલી સિટી પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશન ની મદદથી લાઠી રોડ ઉપર ગિરધર નગર વિસ્તારમાં સરકારી જમીન માં સ્વયંભુ શિવલીંગ  નીકળવાની ઘટના તારીખ 3 સપ્ટેમ્બર ના બની હતી જે આખું બોગસ વાહિયાત અને ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનું વિજ્ઞાન જાથા દ્વારા આજે ઉઘાડું કરવામાં આવ્યું હતું.

ગિરધર નગરમાં રહેતા ભુઈ માલતીબેન અરજણભાઈ ભુવા એ સમગ્ર મામલો બનાવટી અને પૂર્વ આયોજિત હતું તેવી કબૂલાત આપી હતી સમગ્ર મામલે લોકોને માફિપત્ર અને કબૂલાતનામું તથા સમગ્ર પ્રકરણ તુત હોવાની જાહેરાત કરી દીધી હતી. અને ભુઈ માં ત્યારેજ 2 વાર રડી પડ્યા હતા.

જિલ્લા પોલીસ વડાએ જાથા ને મહિલા પોલીસ કર્મીઓ સહિત ૧૫ પોલીસનો સ્ટાફ ફાળવી દીધો હતો.વિજ્ઞાન જાથાનો આ 1256મો સફળ પર્દાફાશ થયો હતો. જાથાના ચેરમેન જયંત પંડ્યાના વડપણ હેઠળ એડવોકેટ ભાવનાબેન વાધેલા, ભાનુબેન ગોહિલ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, ગૌરાંગ સોઢા, રાજુભાઈ યાદવ સહિત આ પર્દાફાશમાં જોડાયા હતા.

પ્રદિપ ઠાકર 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.