સમસ્ત દલિત સમાજે રેલી કાઢી મામલતદારને આપ્યું આવેદન: ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવા માંગણી
સમસ્ત બગસરા તાલુકાના દલિત સમાજે આવેદન પત્ર આપી જણાવ્યું કે અમરેલી જિલ્લાના વરસડા ગામે દલિત સરપંચની સરા જાહેર હત્યા કરવામાં આવેલ છે. આ બનાવ ઉજળીયાત ઈસમોને દલિત સરપંચ કાંટાની જેમ ખુપતો હોય તેમ સરાજાહેર હત્યા કરેલ છે. જે બાબા સાહેબ આંબેડકર દ્વારા અનામતની જોગવાઈનું ખુન કરેલું હોય. આ બનાવને સમસ્ત દલિત સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે તથા દુ:ખ વ્યકત કરે છે. રાજય સરકારને આ આવેદન પત્રથી સચેત કરીએ છે કે જો આવા બનાવો બનશે તો દલિતોને ન છુટકે હથિયાર હાથમાં લેવા પડશે. કાયદો વ્યવસ્થા કથળી ગયો હોય તેનો સમસ્ત દલિત સમાજ બગસરા તાલુકો સખત વિરોધ કરે છે.
આ બનાવમાં રાજકીય ઓથ લીધા વગર કોઈની શરમ રાખ્યા વિના તમામ કાર્યવાહી તટસ્થ સીબીઆઈ, એસસીએસટી સેલ સાથે રાખી કાર્યવાહી કરવામાં આવે તમામ દલિત સમાજ અનામતમાં ચૂંટાયેલા પ્રતિનિધિને પ્રોટેકસન આપવામાં આવે જેથી આવા બનાવો ન બને દસ વર્ષ સુધીમાં ગુજરનારના કુટુંબનો નિભાવ રાજય સરકાર કરે તથા સુરક્ષા આપે ગુજરનારના કુટુંબના સભ્ય તથા સ્પેશિયલ કોર્ટ સરકારી વકીલની નિમણુક કરવી. આ બનાવને સીબીઆઈ એસસીએસટી સેલની સંયુકત ટીમ દ્વારા તટસ્થ તપાસ થાય તેવી માંગણી છે.
આ આવેદનપત્રમાં જુના બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર મામલતદારને આપ્યુ હતું. જેમાં દલિત સમાજ સોમાભાઈ ખીમસુરીયા, ભોજાભાઈ ચાવડા, જેન્તીભાઈ બોરીચા, ધી‚ભાઈ બોરીચા, વિઠ્ઠલભાઈ બોરીચા, વિનુભાઈ બોરીચા, દિનેશભાઈ ખીમસુરીયા, અશોકભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.