અમરેલીમાં રાજકમલ ચોક ખાતે યુવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દેવરાજ બાબરીયા અને કાર્યકરો દ્વારા બોટાદ માં થયેલા લઠ્ઠા કાંડ માં 55 લોકો યે પોતાનો જીવ ગુમાવ્યો છે જેનો વિરોધ કરતા ગૃહમંત્રી ના બેનર ઉપર શાહી લગાવી રાજીનામા ની માંગ કરી હતી.
ગાંધી ના ગુજરાત માં દારૂ બંધી માત્ર કાગળ પર નો છાશવારે પર્દાફાશ હાલ ના લઠ્ઠા કાંડ દ્વારા થયો છે ત્યારે અતિ નિંદનીય ઘટના માં જેમની મીઠી નજર હેઠળ આ કાર્યવાહી થઈ છે અને જેમની ગંભીર સંડોવણી છે તેવા તંત્ર ના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર શાહી ફેંકી અમરેલી યુવક કોંગ્રેસ નાં પ્રમુખ દેવરાજ બાબરીયા તેમજ યુથ કોંગ્રેસ નાં કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પોલીસ ને જાણ થતાં જ સીટી પી આઈ એમ એ મોરી સ્ટાફ સાથે ત્યાં દોડી આવ્યા હતા અને કાર્યક્રમ ને અટકાવ્યો હતો.
આ તકે યુથ કોંગ્રેસ નાં પ્રભારી યુગાંસ રાણા અમરેલી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મોનીલ ગોંડલિયા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ તેજસ મસરાણી તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મનીષભાઈ ભંડેરી શહેર પ્રમુખ સંદીપ પંડીયા ગુજરાત મહિલા કોંગ્રેસ નાં મહામંત્રી હંસા બેન જોશી જિલ્લા મહિલા કોંગ્રેસ મીનાબેન સોનડાંગર ટીકુ ભાઈ વરું પ્રતાપભાઈ કામળીયા ઋષિ જોશી હિરેન ટીમાંનીયા રોનક ધાનાણી જયરાજ મયત્રા અલ્પેશ દૂહેરા કૌશિક બારૈયા પરવેઝ નાગણી રવિભાઈ ખુમાણ પ્રવીણ વસરા સાહેબ અભી વાળા આશિષ ચૌહાણ સન્ની ચૌહાણ હાજર રહ્યા હતા.