Amreli : છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા પાછોતરા વરસાદથી ખેડૂતોને પાકમાં ભારે નુકશાન પહોચ્યું છે. જેને લઈને જિલ્લા કિસાન સંઘ કલેકટર કચેરીએ પહોચ્યું હતું. છેલ્લા 20 દિવસથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસવાથી મગફળી,સોયાબીન,કપાસ જેવા પાકને વ્યાપક નુકશાન થયું છે જેથી દિવાળી પહેલા પાકમાં થયેલ નુકસાનીનું સર્વે કરી વળતર આપવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરવામાં અઆવી હતી. અમરેલી કિસાન સંઘના જિલ્લા પ્રમુખ લાલજી વેકરીયા, ઉપપ્રમુખ વસંત ભંડેરી, જિલ્લા મંત્રી કૌશિક ગજેરા, તેમજ અલગ અલગ તાલુકાઓના પ્રમુખો અને હોદ્દેદારો દ્વારા કલેકટર કચેરીએ નિવાસી અધિક કલેકટરને આવેદન પાઠવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લામાં પાછતરા વરસાદથી ખેડૂતોને પાકમાં થયેલ નુકસાનીનું વળતર આપવાની માગ સાથે કિસાન સંઘે આવેદન આપ્યું. તેમજ અતિવૃષ્ટિની લઈ વિરજી ઠુમ્મરે ભાજપ ઉપર ભરોસો નહીં હોવાનું જણાવ્યું હતું.
અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા પાછોતરા વરસાદથી ખેડૂતોને ખેતી પાકમાં ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે અમરેલી જિલ્લા કિસાન સંઘ કલેકટર કચેરી પહોચ્યું હતું. ત્યારે છેલ્લા 20 દિવસથી અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસવાની મગફળી,સોયાબીન,કપાસ જેવા ખેતી પાકને વ્યાપક નુકશાન થયું છે, જેથી તાત્કાલિક દિવાળી પહેલા ખેતી પાકમાં થયેલ નુકસાનીનું સર્વે કરી વળતર આપવામાં આવે તેવી સરકાર પાસે માંગ સાથે અમરેલી કિસાન સંઘના જિલ્લા પ્રમુખ લાલજી વેકરીયા, ઉપપ્રમુખ વસંત ભંડેરી, જિલ્લા મંત્રી કૌશિક ગજેરા, તેમજ અલગ અલગ તાલુકાઓના પ્રમુખો અને હોદ્દેદારો દ્વારા આજે અમરેલી કલેકટર કચેરીએ નિવાસી અધિક કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
તમામ મામલે પૂર્વ સાંસદ વિરજી ઠુંમરે જણાવ્યું હતું કે ભાજપ ઉપર ભરોસો નથી ખેડૂતો આ વરસાદના કારણે પાયમાલ થયો છે અને સાંસદો અને ધારાસભ્યો પત્ર લખે છે, ત્યારે ભાજપના નેતાઓને શરમ થવી જોઈએ.
પ્રદિપ ઠાકર