અમરેલીમાં આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને જિલ્લાની 72મી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન થતાં તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા સેન્ટર ઓફ એકસેલેન્સ ખાતે મળી હતી.

ત્યારે 72મી સહકારી સામન્ય સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તેમની ઉપસ્થિતિ થતાં આચાર્ય દેવવ્રતનું દિલીપ સંઘાણી દ્વારા પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે આ કાર્યક્રમમાં સભામાં સહકારી નેતા દિલીપ સંઘાણી, રાજકોટ સાંસદ પરોષમ રૂપાલા,અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરીયા, લાઠી બાબરા ધારાસભ્ય જનક તળાવિયા , સાંસદ ભરતભાઈ સુતરીયા, સહિતના વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદિપ ઠાકર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.