કચ્છના ભચાઉમાં પણ એક આંચકો, 1.થી લઇ 1.5ની તીવ્રતા સુધીના આંચકા
રાજ્યમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે. છેલ્લા 12 કલાકમાં કચ્છ-સૌરાષ્ટ્રની ધરા 5 વાર ધ્રુજતા લોકો ભયભીત થઇ ગયા હતા. અમરેલી, તાલાલા અને ભચાઉમાં ભૂકંપનું આવવાનો સીલસીલો યથાવત છે.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, ગઈકાલે બપોરે 1:20 કલાકે અમરેલીથી 43 કિમી દૂર 1.2ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ રાતે 10:52 કલાકે તાલાલાથી 3 કિમી દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. મોડીરાતે 12:48 કલાકે કચ્છના ભચાઉથી 9 કિમિ દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. રાતે 1:19 કલાકે તાલાલાથી 19 કિમી દૂર 1.5ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.અને છેલ્લે 1:50 કલાકે અમરેલીથી 44 કિમિ દૂર 1.5ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.
વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે આ આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.