પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ તથા દેશીદારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ દેશી/ વિદેશી દારૂના કેસો કરવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ. એસ.ઓ.જી.અમરેલી બાયપાસ ઉપર લીલીયા ચોકડી પાસેથી એક ઇસમને દેશીદારૂ સાથે ઝડપી પાડેલ છેસ.
પકડાયેલ આરોપીઃ-
ડાયાભાઇ મુળજીભાઇ ધાંધલ (ભાંડ) ઉ.વ.૩૫ ધંધો. મજુરી રહે. અમરેલી સુળીયાટીંબા
પકડાયેલ મુદામાલઃ-
દેશી પીવાનો દારૂ લીટર-૫૫ કિ.રૂા. ૧૧૦૦ તથા એકસેસ મોટર સાયકલ કિ.રૂા.૧૫૦૦૦ સાથે કુલ મુદામાલ કિ.રૂા.૧૬૧૦૦ નો મળી આવેલ છે.
મજકુર ઇસમની પુછપરછ દરમ્યાન આ દેશી દારૂ ગારીયાધાર તાલુકાના નવાગામ ખાતેથી ભરતભાઇ દેવીપુજક પાસેથી લાવેલાની હકિકત જણાવેલ હોય જેથી ભરતભાઇ રહે. નવાગામ વાળાની ધરપકડ કરવાના ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે. ઉપરોકત ઇસમો વિરૂધ્ઘ પ્રોહી ધારા તળે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હાઓ રજી કરાવેલ હોય આગળની વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન નાઓ ચલાવી રહેલ છે.
આમ, અમરેલી એસ.ઓ.જી.ટીમને દેશી દારૂની ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.