૨,૨૧,૨૨૦ની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટોના મામલામાં વધુ બે સહિત છની ધરપકડ
ગત તા.૧૧/૧/૨૦૧૯ના રોજ અમરેલી એલસીબી ટીમ દ્વારા ધારી ટાઉનમાં લાઈબ્રેરી રોડ ઉપર વોચ દરમિયાન જુદા-જુદા દરની બનાવટી ભારતીય ચલણી નોટો કિ.રૂ.૨,૨૧,૨૨૦ સાથે રૂ.૨,૫૩,૦૦૦/-ના મુદામાલ સાથે બે શખ્સોને પકડી પાડવામાં આવેલ હતા. જે અંગે ધારી પોલીસ સ્ટેશનમાં રજી. થયેલ ગુન્હાની તપાસ અમરેલી એસઓજીના પીએસઆઈ આર.કે.કરમટા કરી રહેલ છે. આ ગુન્હામાં અન્ય બે આરોપીઓ રવિરાજ હંસરાજભાઈ મકવાણા (ઉ.વ.૨૩), ધંધો, અભ્યાસ રહે.પ્રભાતપુર, તા.જી.જુનાગઢ અને જતીન ઉર્ફે જગો છગનભાઈ ડોબરીયા (ઉ.વ.૩૦) ધંધો ખેતી, રહે.પ્રભાતપુર, તા.જી.જુનાગઢવાળાઓની ધરપકડ કરી ૭ દિવસના પોલીસ રીમાન્ડ ઉપર છે. તપાસ દરમ્યાન વધુ બે આરોપીઓના નામ ખુલતા બંને આરોપીઓની એસઓજી ટીમે ધરપકડ કરેલ છે.
ઉમેશકુમાર કાંતીભાઈ સુવાગીયા (ઉ.વ.૨૭) ધંધો. ખેતી રહે.પ્રભાતપુર (વડાલ) તા.જી.જુનાગઢ, રમેશ ઉર્ફે દકુ બાવનજીભાઈ ઝાંપડીયા (ઉ.વ.૨૩) ધંધો. મજુરી, રહે.પ્રભાતપુર (વડાલ) તા.જી.જુનાગઢ બંને આરોપીઓની ગુન્હા સંબંધી પુછપરછ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. જાલી નોટના ગુન્હામાં આજ સુધીની તપાસમાં કુલ ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.