નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લા શરીર સબંધી તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓમાં જેલમાંથી નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના આપવામાં આવેલ જે અન્વયે શ્રી બી.એમ.દેસાઇનાયબ પોલીસ અધિક્ષક નાઓના માર્ગદર્શન અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ ખાંભા પોલીસ સ્ટેશનના અંટાળા ગામે થયેલ હત્યાનો આરોપી બાબાભાઇ દેવકુભાઇ ખુમાણ રહે.પીપળીયા તા.રાજુલા વાળા ગઇ તા.૩૦/૧૦/૧૫ થી અમરેલી જિલ્લા જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ હતા.અને મજકુર આરોપી છેલ્લા અઢી વર્ષથી નાસતો-ફરતો હતો.જે અન્વયે આજ રોજ તા.૦૮/૦૬/૨૦૧૮ ના રોજ એસ.ઓ.જી.ટીમને મળેલ બાતમી આધારે મજકુર આરોપી બાબાભાઇ દેવકુભાઇ ખુમાણ રહે.પીપળીયા તા.રાજુલા વાળાને અમરેલી શહેરમાંથી ઝડપી પાડેલ છે.જિલ્લા જેલ ખાતે સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.આર.કે.કરમટા સા.તથા સ્ટાફના પ્રકાશભાઇ જોષી,તથા ભાસકરભાઇ નાંદવા,તથા દશરથસિંહ સરવૈયા,તથા રાહુલભાઇ ચાવડા તથા સુભાષભાઇ ધોધારી તથા પિષુયભાઇ ઠાકર,તથા જયસુખભાઇ આસલીયા તથા હરેશભાઇ વાણીયા તથા જેસીંગભાઇ કોચરા તથા દેવરાજભાઇ કળોતરા નાઓએ કરેલ છે.