અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ તથા દેશીદારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ દેશી/ વિદેશી દારૂના કેસો કરવા માટે સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબતથા ટીમ એસ.ઓ.જી.એ ધારી તાલુકાના ભરડ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતાં વાહન સાથે વિદેશી દારૂ ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપીઃ- મહિપતભાઇ દાદાભાઇ વાળા ઉ.વ.૨૪ ધંધો.ખેતી રહે.ભડ તા.ધારી જી.અમરેલી મળી આવેલ મુદ્દામાલ. ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ- અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ- ૭૮ કુલ કિં.રૂ.૩૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૦૧ કિ રૂા.૫૦૦ તથા રોકડા રૂપીયા ૨૫૯૬૦ તથા બલેનો કાર કિરૂા.૮૦,૦૦૦ સાથે કુલ મુદામાલ રૂા.૧,૩૬,૪૬૦ મળી આવેલ છે.
મજકુર આરોપી ધારી પોલીસ સ્ટેશનના વિદેશી દારૂ તથા દેશી દારૂના ચાર ગુન્હામાં છેલ્લા સાતેક માસથી નાસતો-ફરતો હતો.
(૧) ધારી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૨/૧૮ પ્રોહી કલમ ૬૬-૧બી, ૬૫એફ
(૨) ધારી પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૦૩/૨૦૧૮ ૬૬-૧બી ૬૫ઇ, ૧૧૬બી, ૯૮(૨)
(૩) પ્રોહી ગુ.ર.નં. ૨૦૦/૧૮ પ્રોહી કલમ ૬૫ઇ, ૬૬બી,૮૧
(૪) પ્રોહી ગુ.ર.નં. ૨૦૧/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫ઇ, ૬૬બી,૮૧
પકડાયેલ દારૂ અશોકભાઇ જયતાભાઇ બોરીચા કાઠી દરબાર રહે.લુવારા તા.સાવરકુંડલા વાળા પાસેથી મંગાવેલ અને તેનો માણસ વિજય વાળા રહે.લુવારા હાલ રહે. સાવરકુંડલા વાળા પાસેથી લાવેલાની હકિકત જણાઇ આવેલ છે.સદરહું ગુન્હામાં નામ ખુલેલ બન્ને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે. આગળની વધુ તપાસ અર્થે આરોપીને ધારી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.
આમ, અમરેલી એસ.ઓ.જી.ટીમને પ્રોહીબિશનના ચાર ગુન્હામાં સાતેક માસથી ફરાર આરોપી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપવામાં સફળતાં મળેલ છે.