મ્હે.પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ આગામી દિવસોમાં રથયાત્રાના તહેવાર તથા અન્ય ધાર્મીક તહેવારો સબબ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગ રૂપે ગુજરાત રાજ્યમાં નાસતા-ફરતાં આરોપીઓને પકડવાની તા.૧૮/૦૬/૨૦૧૮ થી તા.૨૮/૦૬/૨૦૧૮ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ
તે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી,અમરેલીનાઓએ ગુન્હાની તપાસનાં કામે પકડવાનાં બાકી અને નાસતાં-ફરતાં આરોપીઓને તુરંત પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા એસ.ઓ.જી.ટીમધ્વારા મધ્યસ્થ જેલ રાજકોટના પાકા કામના કેદી વિઠ્ઠલ ઉર્ફે ઉકો સોમજીભાઇ સોલંકી રહે.જાનબાઇની દેરડી તા.લાઠી.જી.અમરેલી વાળાને જસદણ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૯૨/૨૦૦૯ ઇ.પી.કો.કલમ ૩૦૨,૨૦૧,૪૯૮,૧૩૫ વિ.મજુબના ગુન્હાના કામે નામદાર કોર્ટ આજીવન કેદ તથા દંડ કરેલ ની સજા કરેલ આ કામે મજકુર આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા કાપતો હોય અને
મજકુર કેદી તા.૦૫/૦૩/૨૦૧૬ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી ફર્લો રજા મેળવેલ પરંતુ હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ આરોપી વિઠ્ઠલ ઉર્ફે ઉકો સોમજીભાઇ સોલંકી રહે.જાનબાઇની દેરડી તા.લાઠી.જી.અમરેલી વાળાને ચોક્કસ બાતમી આધારે પકડી પાડી રાજકોટ જેલ ખાતે સોપી આપવામાં આવેલ છે.