અમરેલી જૂના માર્કેટ યાર્ડ ખાતે આવેલા નામાંકીત અને 85 જેટલી દુકાનો અને ઓફિસો ધરાવતું શિવમ પ્લાઝા કોમ્પલેક્ષ ને ચાર મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ ફાયર સેફ્ટી માટે કોઈ સવલત ના કરાતાં આજે ફાયર ઓફિસર એચ સી ગઢવી ની આગેવાનીમાં આખ કોમ્પલેક્ષ ને ખાલી કરાવી સિલ કરવામાં આવ્યું છે
હાલમાંજ અમદાવાદ માં એક એપાર્ટમેન્ટ માં આગ લાગવાના કારણે એક તરુણી નુ મૃત્યુ થયું હતું આવા અવાર નવાર કિસ્સાઓ જોવા મળેછે જેને ધ્યાને લઇ અમરેલી જિલ્લા ફાયર સજાગ બની છે ત્યારે થોડા દિવસો પહેલા શાંતાબા મેડિકલ કોલેજ માં આવી કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને આજે શિવમ પ્લાઝા કોમ્પલેક્ષ ને પણ ફાયર સેફ્ટી ના અભાવે સિલીંગ કરી દેવાઈ છે ફાયર ઓફિસર ગઢવી એ જણાવતા કહ્યું હતું કે , અવાર નવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહેછે જેને પહોચી વળવા અને થતી દુર્ઘટનાઓ ને ટાળવા માટે આં કડક કાર્યવાહી કરવામાં આવે છે અને અમરેલીમાં આગામી દિવસોમાં પણ આ પ્રક્રિયા ચાલુ રહેશે.