Abtak Media Google News
  • પાણી-ભોજનને લઈ વિદ્યાર્થીઓએ લગાવેલા આક્ષેપો  ખોટા! ‘અબતક’ મીડિયાએ  સ્થળ મુલાકાત  કરતા રિયાલીટી સામે આવી

અમરેલી શાંતા બા મેડિકલ કોલેજ માં ત્રણ દિવસ પહેલા ઇન્ટરશીપ કરતા ડોકટર વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ કોલેજ ખાતે રાત્રી દરમિયાન વિરોધ કરવામાં આવ્યો હતો. ડોકટર વિદ્યાર્થીઓની માંગણી હતી કે અમારે પાણી આવતું નથી મેનેજમેન્ટ દ્વારા જમવાનું વ્યવસ્થિત આપવામાં આવતું નથી જેવા વિવિધ મુદ્દાઓને લઈને અબતક મીડિયા દ્વારા મેનેજમેન્ટ ના લોકોને સાથે રાખી તટસ્થ અને નિષ્પક્ષ રીતે અચાનક કોલેજમાં રિયાલિટી ચેક કરાતા કંઈક નવું જ જાણવા મળ્યું હતું. એક બાજુ ઇન્ટરશીપ કરતા ડોકટર વિદ્યાર્થીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વીરોધ કરી રહ્યા છે જે જગ્યાએ વિદ્યાર્થીઓ રહે છે તે હોસ્ટેલની વ્યવસ્થા, કિચન રૂમ તેમજ પાણીની વ્યવસ્થાને લઈને રિયાલિટી ચેક કરવામાં આવી હતી ત્યારે મેનેજમેન્ટ દ્વારા કિચન રૂમ તેમજ રૂમ ની અંદર હોસ્ટેલમાં પુરી ચોકસાઈ અને સ્વસ્થ રાખવામાં આવે છે ભોજનની વાત કરીએ તો અબતક પત્રકાર દ્વારા તમામ વાનગીઓ નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો સાથે સાઠે ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ પણ ભોજનમાં સાથે હતા ત્યારે જમવા આવેલા વાલીને પણ જમવા ને લઈને પૂછતા વાલીએ પણ જણાવ્યું હતું કે જમવાનું ખૂબ સરસ છે ઘર જેવુંજ છે અને વિદ્યાર્થીઓને પણઅહીં ઘર જેવું પીરસવામાં આવે છે. તો શુંકામ ડોકટર વિદ્યાર્થીઓ આક્ષેપ કરે છે ? આટલું નહિ પરંતુ  વિદ્યાર્થીઓ દ્વારા જે પાણીને લઈને વિરોધ કરાયો હતો તેમાં પણ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે હોસ્ટેલમાં  તમામ જગ્યાએ પાણી આવે છે અને દરેક ફ્લોર ઉપર એક કૂલર પણ મૂકવામાં આવ્યું છે સાથે સાથે મેનેજમેન્ટ દ્વારા જાણવા મળ્યું હતું કે આક્ષેપ કરતા એકજ બિલ્ડિંગમાં 5 હજાર લિટરના આઠ ટાંકા મૂકવામાં આવ્યા છે જે કુલ 40 હજાર લિટર પાણી ભરાય છે અને એ પણ દિવસમાં ત્રણ વખત ભરાય છે એટલે દિવસનું 1.20 લાખ લીટર પાણી માત્ર 325 વિદ્યાર્થીઓ માટે ભરવામાં આવે છે તેવું મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ ચેકીંગ દરમિયાન તે દિવસે પાણી બિલ્ડિંગની બધીજ જગ્યાએ ચાલુ હતું તે પાકું કર્યું હતુ.

હાલ તો આ બફારા અને તડકા વચ્ચે વિદ્યાર્થીઓ હડતાળ ઉપર છે તો મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓની બેઠક બોલાવવામાં આવે અને બેઠકમાં હકારાત્મક અને સુખદ અંત આવે તે હિતાવહ છે.

ફી બાબતે વિદ્યાર્થીએ શું કહ્યું

ધારણા પ્રદર્શન કરતા વિદ્યાર્થી સાથે રહેલા એબિવિપી ના અમરેલી નગર મંત્રી મનભાઈ સગરને ફી બાબતે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે બીજી કોલેજો કરતા આ કોલેજ માં ફી ઓછી છે બીજી કોલીજોમાં એક વર્ષ નીકળી જાય છે તેમાં અહી ચાર વર્ષ નીકળી જાય છે વધુમાં જણાવ્યું હતું કે ઘણી બધી કોલેજોમાં 8 થી 12 હજાર રૂપિયા સ્ટાયફંડ આપવામાં આવે છે.

ઈર્ન્ટન  ડોકટરોનું  વિરોધ પ્રદર્શન

ઇન્ટરશિપ કરતા 121 ડોક્ટરોએ હોસ્પિટલ પરિસરમાં હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે સવારે 9 કલાકે પોતાને બેસવા માટે ગાદલા લઈને આવે છે અને તડકો થતાંજ બપોરે 12 કલાકે બધા જમવા માટે હોસ્ટેલ માં જતા રહે છે ફરી સાંજે 4 કલાકે ગાદલા લઈ આવે છે અને સાંજે જતા રહે છે જે દરમિયાન ઠંડાપીણા લીંબુ સરબત વગેરે પીણાઓ પિતા રહે છે જેનાથી ગરમીથી બચી શકાય હક માટે હડતાળ જરૂરી છે પરંતુ હડતાળ ને લઈ ખોટા આક્ષેપો કરવા એ પણ યોગ્ય નથી.

મેનેજમેન્ટ શું કહેછે ?

તમામ મુદ્દે જ્યારે મેનેજમેન્ટ કર્મચારી ભરતભાઈ ધડુક ને પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું હતુંકે 18,200 સ્ટાયફંડ જે આપવામાં આવે છે તે સરકારી કોલેજો માટે મર્યાદિત છે ખાનગી સંસ્થાઓ દ્વારા ચાલતી કોલેજો પોત પોતાની રીતે મેનેજમેન્ટ નક્કી કરે તેવી રીતે વિદ્યાર્થીઓની ફી ને ધ્યાને લઇ નક્કી કરવામાં આવે છે, જો કોઈ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેવા નથી માગતા તો તેઓ આઝાદ છે બહાર પણ રહી શકે છે અને કોઈને પણ અહી રહેવા મટે દબાણ નથી કરતા અમે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોઈએ છીએ અને તેઓના હિતનીજ વાત અને કરીએ છીએ અને આગળ પણ કરીશું આ મુદ્દે પણ અમે મેનેજમેન્ટ ને તમામ માહિતી આપી છે અને સુખદ અંત લાવવાની પૂરી કોશિશ કરીશું…..

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.