અમરેલી શાંતા બા જનરલ હોસ્પિટલ મોતિયા કાંડ
અમરેલીમાં શાંતા બા જનરલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દૃષ્ટિ ખોઈ ચૂકેલા દર્દીઓને વળતર માટે સરકારે જાહેરાત કરી છે. ત્યારે વીસ દિવસ થઈ જવા છતાં કોઈ વળતર હજી નહિ મળતા દર્દીઓ પોતાના સગા સાથે અમરેલી સિવિલ હોસ્પિટલે પહોચ્યા હતા.
અમરેલી કથિત મોતિયા કાંડમાં દ્રષ્ટિ ગુમાવેલા દર્દીઓને સરકારે કરેલી વળતરની જાહેરાતમાં દર્દીઓ ધરમના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે તબીબી શિક્ષણ અને સંશોધન ગાંધીનગર દ્વારા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે આંખના ઓપરેશન બાદ ૧૨ દર્દીઓને દ્રષ્ટી ગુમાવેલ છે. કાર્યાલયના આદેશથી શાંતાબા મેડીકલ કોલેજ અને તે દર્દીઓને સંસ્થા તરફથી વળતર આપવા આદેશ કરવામાં આવેલ છે. ત્યારે વિભાગીય નાયબ નિયામક, રાજકોટની ટીમ આવનાર હોય કે તમામ દર્દીઓને પોતાના અસલ ડોકયુમેન્ટ સાથે મુખ્ય તબીબી અધિકારી સહ સિવિલ સર્જનની ચેમ્બર જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું.
જેથી આગળની કાર્યવાહી હાથ ઘરી શકાય. અને દર્દીઓએ તે પત્ર અનુસાર હાજર રહી તમામ જરૂરી કાગળો આપ્યા બાદ જરૂરી તપાસ કરાવી હતી . જવાબદારોએ દર્દીઓને બે ત્રણ દિવસમાં તમારા ખાતામાં પૈસા આવી જશે તેવું કહેતા દર્દીઓને હાશકારો થયો હતો પરંતુ આજે દસ દસ દિવસ વીતી જવા છતાં દર્દીઓ હજી બેંકોમાં પૈસા જમા થઈ ગયા નથી . સિવિલ સર્જન હરેશ વાળાને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે મારી જવાબદારી અંતર્ગત બોર્ડની ટીમ તેમજ આર.ડી.ડી.સાથે રહી દર્દીઓની તપાસ કરાવી આપી આર.ડી.ડી એ આઈ રિપોર્ટ સરકારમાં સોંપી આપેલ છે હવે આગળની કાર્યવાહી સરકારના સૂચન પ્રમાણે કરવામાં આવશે.
પ્રદીપ ઠાકર